GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે શિક્ષક દિનની ઉજવણી.

મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે શિક્ષક દિનની ઉજવણી.

અમીન કોઠારી મહીસાગર

ભારતમાં દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતી નિમિત્તે શિક્ષક દિન (ટીચર્સ ડે) ઉજવવામાં આવે છે. શિક્ષકો સમાજના ઘડવૈયા ગણાય છે, જેઓ વિધાર્થીઓના જીવનમાં જ્ઞાનનો દીવો પ્રગટાવે છે. આ પવિત્ર દિવસની ઉજવણી નિમિત્તે કિસાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડામાં એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…

 

જેમાં વિદ્યાર્થીઓએ પોતે એક દિવસ માટે શાળાના સંપૂર્ણ શૈક્ષણિક તથા વહીવટી કાર્ય સંભાળ્યું.

હેતુ :
-વિદ્યાર્થીઓમાં શિક્ષકોના કાર્ય પ્રત્યે આદર અને સમજણ કેળવવી,
-શિક્ષક બનવાનો અનુભવ આપી તેમનામાં નેતૃત્વ ગુણોનો વિકાસ કરવો,
– શાળાનું વહીવટી તંત્ર કેવી રીતે ચાલે છે તેની પ્રત્યક્ષ જાણકારી આપવી,
-વિદ્યાર્થીઓમાં જવાબદારીની ભાવના તથા આત્મવિશ્વાસ વધારવો,
-શિક્ષક દિનની ઉજવણી દ્રારા શિક્ષકો પ્રત્યેક કૃતજ્ઞતા વ્યક્ત કરવી.

વિષયવસ્તુ :
શિક્ષક દિનના અવસરે કિસાન માધ્યમિક વિદ્યાલય, લુણાવાડાના ધોરણ 9 થી 12ના પસંદગીના વિદ્યાર્થીઓને એક દિવસ માટે શિક્ષક અને આચાર્યની કામગીરી સોંપવામાં આવી. સવારે પ્રાર્થના સભાનું સંચાલન વિદ્યાર્થીઓએ જાતે કર્યા બાદ , વિદ્યાર્થી આચાર્ય તરીકે નિમાયેલ વિદ્યાર્થી એ શાળા ના રોજિંદા વહીવટી કાર્યોનુ નિરીક્ષણ કર્યું જેમાં હાજરી પત્રક તપાસવું,, સમયપત્રક મુજબ વર્ગોનું આયોજન કરવું અને શિસ્તની જવાબદારી સંભાળવાનો સમાવેશ થતો હતો.
વિવિધ ધોરણો અને વર્ગોમાં વિદ્યાર્થી શિક્ષકોએ પોતાના સહાધ્યાયીઓને ભણાવ્યું .તેમણે પાઠ તૈયાર કરી સ્માર્ટ બોર્ડ પર લખાણ કરી અધ્યાપન કાર્ય કર્યું અને વર્ગમાં શિસ્ત જાળવવાનો પ્રયત્ન કર્યો. ક્લાર્ક વિભાગમાં નિમાયેલ વિદ્યાર્થીઓએ પત્ર વ્યવહાર,રજીસ્ટર નિભાવવા જેવી કામગીરી સંભાળી. વાસ્તવિક શિક્ષકોએ સમગ્ર દિવસ દરમિયાન માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવી અને જરૂર પડે વિદ્યાર્થીઓને યોગ્ય સૂચનો આપ્યા.
સ્વ શિક્ષક દિન નિમિતે ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓ પોતાનો પ્રતિભાવ આપી જણાવ્યું કે “𝗧𝗲𝗮𝗰𝗵e𝗿𝘀 𝗮𝗿𝗲 𝗯𝗼𝗿𝗻, 𝗻𝗼𝘁 𝗺𝗮𝗱𝗲” ખરેખર શિક્ષક બનવું સહેલું નથી, તે ખૂબ જ જવાબદારીભર્યું કાર્ય છે અને સમાજનું ઘડતર અને દેશના ભાવિ નાગરિકોના ઘડતરનું કાર્ય છે તેવું વિદ્યાર્થીઓએ તેમના પ્રતિભાવમાં જણાવ્યું.

Back to top button
error: Content is protected !!