મહીસાગર જિલ્લામાં શીતળા સાતમની ધર્મભાવના સાથે ઉજવણી:* વ્રતધારી બહેનોએ બાળકોના દીર્ઘાયુષ્ય અને સુખાકારી માટે શીતળા માતાનું પૂજન કર્યું

*મહીસાગર જિલ્લામાં શીતળા સાતમની ધર્મભાવના સાથે ઉજવણી:* વ્રતધારી બહેનોએ બાળકોના દીર્ઘાયુષ્ય અને સુખાકારી માટે શીતળા માતાનું પૂજન કર્યું
પવિત્ર શ્રાવણ માસના વદ પક્ષની સાતમ એટલે કે શીતળા સાતમનો પર્વ મહીસાગર જિલ્લાભરમાં ધર્મભાવના અને હર્ષોલ્લાસ સાથે ઉજવાયો. આ દિવસે વ્રતધારી બહેનોએ પોતાના પરિવાર, ખાસ કરીને બાળકોના દીર્ઘાયુષ્ય, સુખાકારી અને આરોગ્યની કામના સાથે શીતળા માતાજીનું પૂજન કર્યું.
આ પવિત્ર પર્વ નિમિત્તે વહેલી સવારથી જ મહીસાગર જિલ્લાના વિવિધ ગામો અને નગરોમાં આવેલા શીતળા માતાના મંદિરો તેમજ પૂજન સ્થાનો પર મહિલા ભક્તો ઉમટી પડ્યા હતા.
લુણાવાડા નગરના વાસિયા તળાવ ખાતે વર્ષોથી બ્રાહ્મણો દ્વારા પૂજા કરાવવામાં આવે છે. અહીં બ્રાહ્મણો દ્વારા માટીમાંથી શીતળા માતાજીની પ્રતિમા બનાવવામાં આવે છે.
વ્રતધારી બહેનો આ પ્રતિમા સમક્ષ દૂધ અને જળનો અભિષેક કરે છે. ત્યારબાદ વિધિ અનુસાર કુમકુમ, અક્ષત, દીપ પ્રગટાવી, પરંપરાગત રીતે તૈયાર કરાયેલા શીળા લાડુનો ભોગ ધરાવી પરિવારના રક્ષણ માટે પ્રાર્થના કરી હતી.
અમીન કોઠારી મહીસાગર


