
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – નવીન પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે વિવિધ સુવિધાઓનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

મોડાસા-શામળાજી હાઇવે પર આવેલા નવીન પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે આજે વિવિધ સુવિધાઓના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સી-૨૦, ડી-૮ અને ઈ-૨ કક્ષાના રહેણાંક આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ઉપરાંત પોલીસ વેલ્ફેર ફંડ સંચાલિત લાયબ્રેરી, બાળમંદિર અને જનસંપર્ક કાર્યાલયનું પણ લોકાર્પણ કરાયું હતું.કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજા IPSની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.નવીન પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ઉભી કરવામાં આવેલી આ સુવિધાઓથી પોલીસ પરિવારના રહેણાંક તેમજ કલ્યાણલક્ષી સુવિધાઓમાં વધારો થશે.



