GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ખાતે મનસુરી પીંજારા સમાજ રિલીફ કમિટી દ્વારા “વિદ્યાર્થી સન્માન સમારોહ – ૨૦૨૬” ભવ્ય રીતે યોજાયો

 

MORBI:મોરબી ખાતે મનસુરી પીંજારા સમાજ રિલીફ કમિટી દ્વારા “વિદ્યાર્થી સન્માન સમારોહ – ૨૦૨૬” ભવ્ય રીતે યોજાયો

 

મોરબી:મનસુરી પીંજારા સમાજ રિલીફ કમિટી – મોરબી દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના પ્રોત્સાહન અર્થે “વિદ્યાર્થી સન્માન સમારોહ – ૨૦૨૬” નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ-૫ થી લઈને કોલેજ સુધીના તમામ ઉત્સાહી વિદ્યાર્થીઓને શિલ્ડ અને ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં રિલીફ કમિટીના કન્વીનર સલીમભાઈ રહીમભાઈ પીપરવાડીયા દ્વારા ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ સન્માન સમારોહમાં સમાજના ગૌરવરૂપ શિક્ષિત અને ઉચ્ચ હોદ્દો ધરાવતા વિવિધ મહાનુભાવોએ વિશેષ હાજરી આપી હતી, જેમાં:ડો. મનસુરભાઈ હાજીઇસ્માઇલભાઈ પીલુડિયા (મેડિકલ ઓફિસર)ડો. ફેઝાનભાઈ ખાલિદભાઈ ઠાસરીયા (M.S. ઓર્થોપેડિક)ડો. સમીર સલીમભાઈ હેરંજા (B.A.M.S.)કહેકશાબેન ઈરફાનભાઈ ઠાસરીયા (રજીસ્ટ્રાર, પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ)ડો. સુહાનાબેન ફિરોઝભાઈ કડીવાર (B.A.M.S.)ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી આગળના અભ્યાસ અને કારકિર્દી માટે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમમાં મનસુરી પીંજારા સમાજના પ્રમુખ આરીફભાઈ હાજીહાસમભાઈ પીલુડિયાએ અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું. કમિટી દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને તેમણે પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન અને ભાPost-અભિનંદન પાઠવ્યા હતા.રિલીફ કમિટીના તમામ સભ્યો તથા મનસુરી પીંજારા સમાજના આગેવાનોના સહિયારા પ્રયાસોથી આ સમારોહ ખૂબ જ સફળ રહ્યો હતો. કાર્યક્રમના અંતે રિલીફ કમિટીના સહ-કન્વીનર રજબઅલી દાઉદભાઈ ગોધાવીયા અને નદીમભાઈ રફીકભાઈ પીલુડિયા દ્વારા તમામ ઉપસ્થિત મહેમાનો, સમાજના આગેવાનો, શહેરી તથા ગ્રામ્ય કારોબારી સભ્યો અને તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!