GUJARATIDARSABARKANTHA

ઈડર APMC ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ, ત્રણ પેનલ વચ્ચે ખરાખરીનો મુકાબલો. વેપારી પેનલે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશાય કર્યા.

ઈડર APMC ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ, ત્રણ પેનલ વચ્ચે ખરાખરીનો મુકાબલો. વેપારી પેનલે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશાય કર્યા.

ભાજપ પ્રેરિત પેનલ, ખેડૂત એકતા પેનલ અને ખેડૂત વિકાસ પેનલ મેદાનમાં : વેપારી મતદારો પણ મહત્વની ભૂમિકા ભજવશે.

ઈડર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ની ચૂંટણીને લઈને રાજકીય અને સહકારી ક્ષેત્રે ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ચૂંટણી જંગનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે અને ત્રણ પેનલ વચ્ચે ત્રિપાંખિયો મુકાબલો જામ્યો છે. ઈડર APMCની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ, ખેડૂત એકતા પેનલ અને ખેડૂત વિકાસ પેનલ મજબૂતાઈ સાથે મેદાનમાં ઉતરી છે.ત્રણેય પેનલ દ્વારા પોતાના ઉમેદવારો સાથે મતદારોનો સંપર્ક શરૂ કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને ખેડૂત મતવિસ્તારમાં ત્રણેય પેનલ વચ્ચે રસાકસી જોવા મળી રહી છે. બીજી તરફ વેપારી વિભાગના મતદારો પણ ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ઈડર APMC ખાતે સદભાવના વેપારી પેનલના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. APMCના મુખ્ય ગેટ પાસે નાળિયેર અને ગોળ ફોડી ધાણા વેચી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઈડર APMCના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ચૂંટણીના મેદાનમાં ત્રણ પેનલ આમને-સામને આવતા હવે મતદારો કોના પક્ષે ઝુકે છે તેના પર સૌની નજર છે. ત્રણેય પેનલ પોતાની જીતના દાવા સાથે પ્રચારમાં લાગી ગઈ છે ત્યારે ઈડર APMCની સત્તાની ચાવી મતદારો કોના હાથમાં સોંપે છે તે જોવું રસપ્રદ રહેશે. ઈડર APMC ચૂંટણીના પરિણામો સ્થાનિક સહકારી રાજકારણમાં નવા સમીકરણો ઊભા કરે તેવી શક્યતા પણ જોવાઈ રહી છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!