GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં નિઃસ્વાર્થ સેવાની મિસાલ બનતું ‘સતનામ ધૂન મંડળ’: ભક્તિની સાથે ગરીબ અને જરૂરિયાતમંદો માટે આધાર સ્તંભ

 

MORBI:મોરબીમાં નિઃસ્વાર્થ સેવાની મિસાલ બનતું ‘સતનામ ધૂન મંડળ’: ભક્તિની સાથે ગરીબ અને જરૂરિયાતમંદો માટે આધાર સ્તંભ

 

મોરબી:સામાન્ય રીતે ધાર્મિક પ્રસંગો કે ધૂન-કીર્તન માટે સાઉન્ડ સિસ્ટમ અને વાહન ભાડાંનો મોટો ખર્ચ થતો હોય છે, ત્યારે મોરબીનું ‘સતનામ ધૂન મંડળ’ નિઃસ્વાર્થ સેવા અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ સભ્યો એકસમાન ભાવે સેવા આપતા આ મંડળ દ્વારા ધૂન-કીર્તન માટે જવાનો વાહન ખર્ચ કે સાઉન્ડ સિસ્ટમનું કોઈ ભાડું લેવામાં આવતું નથી. ધૂન દરમિયાન એકઠી થતી તમામ રકમનો ઉપયોગ સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના કલ્યાણ અર્થે કરવામાં આવે છે.

સતનામ ધૂન મંડળ દ્વારા અવિરતપણે ચલાવવામાં આવતી વિવિધ સામાજિક અને તબીબી સેવાઓ:અનાજ વિતરણ (રાશન કીટ): અત્યંત ગરીબ અને નિરાધાર પરિવારોને દર મહિને ૧ થી ૫ તારીખ દરમિયાન રાશન કીટ પૂરી પાડવામાં આવે છે.

શિક્ષણ સહાય: આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે તેમની સ્કૂલ ફી મંડળ દ્વારા ભરવામાં આવે છે.

મહિલા સશક્તિકરણ: આર્થિક સ્થિતિ નબળી હોય તેવી બહેનોને રોજગારી મેળવી પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે સિલાઈ મશીન આપવામાં આવે છે.

દવા સહાય: મધ્યમ કે ગરીબ પરિવારો જેમાં દર મહિને ₹૩,૦૦૦ થી ₹૪,૦૦૦ ની નિયમિત દવાઓનો ખર્ચ થતો હોય, તેમને દવાની સહાય પૂરી પાડવામાં આવે છે.

મફત સર્જરી અને સારવાર: આર્થિક રીતે અસમર્થ વડીલો માટે ભગંદર, પથરી, એપેન્ડિક્સ, પ્રોસ્ટેટ તેમજ બેરોમીટર મશીન જેવા વિવિધ રોગોના ઓપરેશન હોસ્પિટલ લઈ જઈને કરાવી આપવામાં આવે છે.

મંડળ દ્વારા આ તમામ સેવાઓનો લાભ ખરેખર જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી જ પહોંચે તે માટે મંડળના સભ્યો દ્વારા સ્થળ પર જઈને યોગ્ય તપાસ કરવામાં આવે છે, અને ત્યારબાદ જ સહાય મંજૂર કરવામાં આવે છે.ભક્તિ અને સેવાના સમન્વયથી ચાલતું આ ધૂન મંડળ આજે સમગ્ર મોરબી વિસ્તારમાં પ્રેરણાનું કેન્દ્ર બન્યું છે.

Back to top button
error: Content is protected !!