રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નિમિત્તે ચંપાનેર ગામે આરોગ્ય જાગૃતિ અને કૃમિનાશક દવા વિતરણ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૪.૯.૨૦૨૬
રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નિમિત્તે સન ફાર્મા કમ્યુનિટી હેલ્થ કેર સોસાયટી, હાલોલ દ્વારા ચંપાનેર ગામ ખાતે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકો અને સમુદાયમાં કૃમિ સંક્રમણ અંગે જાગૃતિ લાવવાનો તેમજ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસાવવાનો હતો.આ કાર્યક્રમનું નેતૃત્વ ડૉ. સ્મૃતિબેન દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજન અને અમલીકરણમાં મિસ ધર્મિષ્ઠાબેન, Ms. પ્રિયંકાબેન અને કાશિકભાઈ સહિતની ટીમે મહત્વપૂર્ણ સંકલન અને સહયોગ આપ્યો હતો.કાર્યક્રમ દરમિયાન કૃમિ સંક્રમણથી થતા આરોગ્ય પરના પ્રભાવ, વ્યક્તિગત સ્વચ્છતા, હાથ ધોવાની યોગ્ય રીત, સ્વચ્છ ખોરાક અને શુદ્ધ પાણીના મહત્વ અંગે ગ્રામજનો અને બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસના અનુસંધાને જરૂરી કૃમિનાશક દવાના સેવન અંગે પણ સમજ આપવામાં આવી હતી.સન ફાર્મા કમ્યુનિટી હેલ્થ કેર સોસાયટી દ્વારા આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો મારફતે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિ વધારવા અને સમુદાયના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.







