GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

LCB પોલીસ ની મોટી કાર્યવાહી: કાલોલના ભુખી ગામેથી ₹૯.૯૩ લાખથી વધુનો વિદેશી દારૂ અને બોલેરો ગાડી ઝડપાઈ.

તારીખ ૦૪/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓ અંતર્ગત એલ.સી.બી. ગોધરાને મોટી સફળતા મળી છે. એલ.સી.બી. પી.આઈ. એ.બી. વોરાના માર્ગદર્શન હેઠળ ટીમે કાલોલ તાલુકાના ભુખી ગામે દરોડો પાડી બોલેરો ગાડી સહિત વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.એલ.સી.બી. પીએસઆઈ બી.એમ. રાઠોડ તથા અ.પો.કો. સત્યજીતસિંહ દિગ્વિજયસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે ભુખી ગામના ખેડા ફળિયામાં રહેતો વિરેન્દ્રસિંહ ઉર્ફે ભુરીયો રણજીતસિંહ જાદવ બોલેરો પ્લસ ગાડી (નંબર GJ-06-ED-9627 માં વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી પોતાના ઘર પાસે ખુલ્લી જગ્યામાં સંતાડી સગેવગે કરવાની પેરવીમાં છે. બાતમી આધારે ટીમે સ્થળ પર પહોંચી તાડપત્રી ઢાંકેલી બોલેરો ગાડીની ઝડતી લેતાં અંદરથી વિદેશી દારૂના ક્વાટરિયા તેમજ બીયરના ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો.માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર ટીન: નંગ ૯૬૦ કિંમત રૂ.૨,૯૪,૭૨૦/ ગોવા સ્પિરિટ વ્હિસ્કીના ક્વાટરિયા: નંગ ૩૦૦૦ કિંમત રૂ.૬,૯૯,૦૦૦/ બોલેરો પ્લસ ગાડી GJ-06-ED-9627 કિંમત રૂ.૩,૦૦,૦૦૦/- તાડપત્રી: નંગ ૧ કિંમત રૂ.૧,૦૦૦/-કુલ જપ્ત મુદ્દામાલ: રૂ.૧૨,૯૪,૭૨૦/- આ મામલે આરોપી વિરેન્દ્રસિંહ ઉર્ફે ભુરીયો રણજીતસિંહ જાદવ (રહે. ભુખી, ખેડા ફળિયું, તા. કાલોલ) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!