AHAVADANGGUJARAT

કૂકડનખી એસ.એસ. મહિલા કોલેજ કેમ્પસમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ભજન-કીર્તન, રાસ-રાસીલા અને મટકી ફોડ કાર્યક્રમથી કેમ્પસ બન્યું કૃષ્ણમય

કૂકડનખી, ડાંગ: ડાંગ જિલ્લાના કૂકડનખી ખાતે આવેલ એસ.એસ. મહિલા કોલેજ કેમ્પસમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એવા જન્માષ્ટમી પર્વની ભવ્ય અને ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના આચાર્યશ્રી નિકેત પટેલ, ગુણવંતભાઈ, એચ.આર. અરુણ બાગુલ સહિત સ્ટાફગણની ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

જન્માષ્ટમી નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ભજન-કીર્તન, રાસ-રાસીલા સહિતના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ અને સ્ટાફના ઉત્સાહભેર સહભાગિતાથી સમગ્ર કોલેજ કેમ્પસ કૃષ્ણમય બની ગયું હતું.

ઉજવણીના ભાગરૂપે પરંપરાગત મટકી ફોડ કાર્યક્રમ પણ યોજાયો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મટકી ફોડી જન્માષ્ટમી પર્વની ખુશી મનાવી હતી. મટકી ફોડ દરમિયાન કેમ્પસમાં હર્ષોલ્લાસ અને આનંદનો માહોલ છવાયો હતો.

આ પ્રસંગે આચાર્યશ્રી નિકેત પટેલે સૌને શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાંથી પ્રેમ, કર્તવ્ય, સત્ય, સંસ્કાર અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા લેવા વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું.

જન્માષ્ટમીની ઉજવણીમાં GNM, ANM, B.Sc. Nursing, B.R.S. તથા B.Voc. IT સહિત વિવિધ અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓના સહયોગથી સમગ્ર કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Back to top button
error: Content is protected !!