MORBI:મોરબીના શનાળા બાયપાસ પાસે ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:આરોપી ફરાર




MORBI:મોરબીના શનાળા બાયપાસ પાસે ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:આરોપી ફરાર

મોરબી:શહેરના શનાળા બાયપાસ નજીક આવેલી એક ઓરડીમાંથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂની ૮૪ બોટલો જપ્ત કરી છે. દરોડા દરમિયાન આરોપી હાજર ન મળી આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે શનાળા બાયપાસ પર આવેલા નવા પ્લોટ વિસ્તારમાં, સાઈ બાબાના મંદિર પાછળની એક ઓરડીમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સાગર બચુભાઇ સોલંકીના કબજા હેઠળની ઓરડીમાં રેઇડ પાડી હતી.
મુદ્દામાલની વિગત:૧૮૦ મીલી. બોટલ: ૮૨ નંગ ૭૫૦ મીલી. બોટલ: ૨ નંગ કુલ જથ્થો: ૮૪ બોટલ (કિંમત ₹૧૨,૮૩૪/-) પોલીસના દરોડા દરમિયાન આરોપી સાગર સોલંકી સ્થળ પર મળી આવ્યો ન હતો. પોલીસે રૂ. ૧૨,૮૩૪નો તમામ મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત માટે ચક્રો ગતિમાન કર્યા છે.


