GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના પ્રેમજીનગરમાં હૃદયદ્રાવક અકસ્માત: આઇસરની હડફેટે માતાની નજર સામે જ ૭ વર્ષીય માસૂમ બાળકીનું કરૂણ મોત

 

MORBI:મોરબીના પ્રેમજીનગરમાં હૃદયદ્રાવક અકસ્માત: આઇસરની હડફેટે માતાની નજર સામે જ ૭ વર્ષીય માસૂમ બાળકીનું કરૂણ મોત

 

મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામના ગેટ પાસે હાઇવે રોડ પર એક અત્યંત કરૂણ અને હૃદયકંપી ઉઠે તેવી અકસ્માતની ઘટના સામે આવી છે. માતા સાથે રોડ ક્રોસ કરી રહેલી ૭ વર્ષીય માસૂમ બાળકીને પુરઝડપે આવેલા આઇસર ટ્રકે અડફેટે લેતા બાળકીનું માતાની નજર સામે જ નીપજ્યું છે. આ ઘટનાને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

મળતી માહિતી મુજબ, ગઈકાલે બપોરના અરસામાં વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામના વતની હિરાભાઈ ખરગીયાના ૭ વર્ષીય પુત્રી ધ્રુવી પોતાની માતા જશુબેન સાથે પ્રેમજીનગર ગેઇટ સામે હાઇવે ક્રોસ કરી રહી હતી. આ દરમિયાન મોરબી તરફથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલા આઇસર ટ્રક (રજી.નં. GJ-11-VV-8051)ના ચાલકે માસૂમ ધ્રુવીને જોરદાર ટક્કર મારી હતી.અકસ્માતમાં ધ્રુવીને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં બાળકીને તાત્કાલિક રફાળેશ્વર ખાતે આવેલી એપેક્ષ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં હાજર ડોક્ટરે તેને તપાસીને મૃત જાહેર કરી હતી.આ બનાવ અંગે મૃતક બાળકીના પિતા હિરાભાઈ જગાભાઈ ખરગીયા (ઉં.વ. ૨૭) ની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આઇસર ટ્રકના ચાલક વિરુદ્ધ BNS (ભારતીય ન્યાય સંહિતા) તેમજ એમ.વી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!