GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાની કરાનામુવાડા પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર ‘શિક્ષક દિન’ની ઉજવણી કરાઈ.બાળ શિક્ષક’ બનીને ઉત્સાહપૂર્વક પ્રોત્સાહક ભૂમિકા ભજવી.

તારીખ ૦૫/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

આજરોજ ૫મી સપ્ટેમ્બર, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે કાલોલ તાલુકાની કરાનામુવાડા પ્રાથમિક શાળામાં ‘શિક્ષક દિન’ (Teacher’s Day) ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો હતો

કાર્યક્રમની શરૂઆત ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણવિદ્દ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની પ્રતિમા કે ફોટો સમક્ષ દીપ પ્રાગટ્ય અને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી.આ દિવસે શાળાના ધોરણ-૩ અને ૫ ના વિદ્યાર્થીઓએ ‘બાળ શિક્ષક’ બનીને ઉત્સાહપૂર્વક પ્રોત્સાહક ભૂમિકા ભજવી હતી અને નાના બાળકોને વર્ગખંડમાં શિક્ષણકાર્ય કરાવવાનો અનોખો અનુભવ મેળવ્યો હતો.શાળાના આચાર્ય અને ગ્રામજનો દ્વારા તમામ શિક્ષકોનું મોં મીઠું કરાવીને તેમજ પુસ્તક કે મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું, સાથે જ સમાજઘડતરમાં શિક્ષકના અમૂલ્ય યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય, શિક્ષકગણ ભારે જહેમત ઉઠાવી હતી. અંતે, આભારવિધિ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!