GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના મધવાસ ગામે ગૌષ્ણેશ્વર મહાદેવ મંદીર માં જન્માષ્ટમી નિમિતે વિવિધ ફૂલો નો નયનરમ્ય શણગાર કરાયો.

તારીખ ૦૫/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના મધવાસ ગામે આવેલ સ્વયંભૂ ગૌષ્ણેશ્વર મહાદેવ મંદીર સમગ્ર પંથકમાં શ્રદ્ધા નુ કેન્દ્ર છે જન્માષ્ટમી નિમિતે ભગવાનને ફૂલો વડે શણગાર કરવામાં આવ્યો હતો અને સમગ્ર ગર્ભ ગૃહ ફુલોની માળા અને પાંખડીઓ થી સજાવાયું હતું નજીકમાં આવેલા હનુમાનજી મંદિરમાં પણ ફૂલોની રંગોળી બનાવી હતી. મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એ દર્શન નો લહાવો લીધો હતો. સવારથી જ મંદિરના પ્રાંગણમાં મેળો ભરાય છે અહી ભક્તજનો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે તેઓની દરેક મનોકામના ગૌષ્ણેશ્વર મહાદેવ પુર્ણ કરે છે.ભક્તજનો મેળા માં અવનવી ચીજવસ્તુઓ ખરીદે છે.

Back to top button
error: Content is protected !!