GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલની બાકરોલ પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી: ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને સલામ.

તારીખ ૫/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ડૉ .સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિનને શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે .આ દિવસ સમાજ ઘડતરમાં મહત્વનું યોગદાન આપનાર ગુરુઓ અને શિક્ષકોના આદર તથા સન્માન માટે સમર્પિત છે.બાળકો અને સમાજ શિક્ષકોનું મહત્વ સમજે અને આદર કરે એ ઉદ્દેશથી કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી .શાળા પરિવારના તમામ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ દિવસે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાનું સંચાલન કરવામાં આવ્યું.વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવીને શાળાના વર્ગખંડોમાં ઉત્સાહભેર શિક્ષણકાર્ય કરાવ્યું .શાળા સફાઈ ,પ્રાર્થના સભા સંચાલન, સ્માર્ટ ક્લાસનો ઉપયોગ વિવિધ પ્રવૃત્તિઓ ,કાવ્યગાન, બાળવાર્તાઓ,અંકજ્ઞાન,તેમજ વિવિધ વિષયોમાં બાળ શિક્ષકોએ ઉત્સાહભેર શિક્ષણકાર્ય કરાવ્યું તેમાં તમામ વિદ્યાર્થીઓ સહભાગી બન્યા .એક શિક્ષક તરીકે કામ કાર્યનો અનોખો અનુભવ વિદ્યાર્થીઓએ પ્રતિભાવ સ્વરૂપે આપ્યો.

Back to top button
error: Content is protected !!