
વિજાપુરના લાટી બજારમાં કચ્છ કડવા પાટીદાર સમાજે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરી

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુરના શંકર સૉ મિલ, લાટી બજાર ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભવ્ય કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સમાજના યુવકો દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા.
જન્માષ્ટમીની રાત્રે ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ઘડીએ ભક્તિમય માહોલ વચ્ચે જયઘોષ કરવામાં આવ્યો હતો. કૃષ્ણ જન્મ પ્રસંગે આરતી તથા પૂજન સહિત રાત્રી દરમિયાન રાસ ગરબા વેશભૂષા મટકી ફોડ સહીત ના કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ‘નંદ ઘેર આનંદ ભયો’ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આ પ્રસંગે કચ્છ કડવા પાટીદાર સમાજના અગ્રણી રમેશભાઈ પટેલ, સંજયભાઈ પટેલ સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાજના યુવકો દ્વારા કરવામાં આવેલા આયોજનને સમાજના આગેવાનો તથા સભ્યો દ્વારા બિરદાવવામાં આવ્યું હતું.
જન્માષ્ટમીના પાવન પર્વે આયોજિત આ કૃષ્ણ જન્મોત્સવમાં સમાજના યુવાનોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી અને સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ તથા ઉત્સાહભેર સંપન્ન થયો હતો.


