કાલોલમાં ખનીજ માફિયા સામે કાર્યવાહી: મામલતદારે ઝડપેલા બે ડમ્પરો પર ભૂસ્તર વિભાગની કચેરીએ વસુલ્યો 6.60 લાખનો જંગી દંડ.

તારીખ ૦૫/૦૯/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ મામલતદાર અને તેમની ટીમ દ્વારા ગેરકાયદેસર ખનીજ વહન કરનારાઓ સામે એક માસ અગાઉ લાલ આંખ કરીને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અલીન્દ્રા ખાતે તા ૦૬/૦૮/૨૬ ના રોજ બપોરે ૧૨:૩૦ વાગ્યે ડમ્પર નં. GJ 23 AY 9139 અટકાવવામાં આવ્યું હતું. જેના ડ્રાઇવર પાસેથી તપાસતા અંદાજે ૪૩ મેટ્રિક ટન GSB ખનીજ મળી આવ્યું હતું.બાકરોલ ખાતે બપોરે ૧:૦૦ વાગ્યે ડમ્પર નં. GJ 23 AW 4631 પકડાયું હતું. જેના ડ્રાઇવર પાસેથી ૪૬.૫ મેટ્રિક ટન GSB ખનીજ મળી આવ્યું હતું.માલિક ખુશભાઈ (રહે. સાવલી)ના કહેવાથી મહીસાગર/મહીનદીના ઉદલપુર ખાતે થી આ ખનીજનો જથ્થો ભરીને મધવાસ ખાતે લઈ જઈ રહ્યા હતા. વાહન ચેકિંગ વખતે ભુસ્તર વિજ્ઞાન અને ખાણ ખનીજ વિભાગ તરફથી અધિકૃત કરાયેલો કોઈ પણ પ્રકારનો રોયલ્ટી પાસ, ડિલિવરી ચલાણ કે વાહન રજીસ્ટ્રેશનના પુરાવા મળી આવ્યા ન હતા. જે બાબતે જીલ્લા ભૂસ્તરશાસ્ત્રી દ્વારા મોટી રકમ નો દંડ વસુલવામા આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.ડમ્પર નં. GJ 23 AY 9139 જેમાં રૂ 3,17,288/ નો દંડ તથા રૂ 4358/ પર્યાવરણ નુકશાન વળતર તેમજ ડમ્પર નંબર GJ 23 AW 4631 નો રૂ 3,34,894/તથા રૂ 4031 નુકશાન વળતર નો દંડ ભરવામાં આવ્યો છે.સૌ પ્રથમ આ મામલે કાયદેસરની કાર્યવાહી ન કરવા માટે મામલતદાર પર રાજકીય દબાણ પણ લાવવાનો પ્રયાસ કરાયો હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ મામલતદારે કોઈ પણ દબાણને વશ થયા વગર કાયદા મુજબ કડક કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી ત્યારબાદ બીજા દિવસે રાત્રે વાહન માલિકો અને તેમના મળતિયાઓએ નવો કીમિયો અપનાવ્યો હતો.ઓવરલોડ ખનીજ પર મોટો દંડ ન ભરવો પડે તે માટે રાત્રિના અંધારામાં મામલતદાર કચેરી બહાર ઊભેલા ડમ્પરોમાં ખનીજની ઉપર ઈંટોના ટુકડા અને રોડા નંખાવી દેવામાં આવ્યા હતા, જેથી દર્શાવી શકાય કે તેમાં સામાન્ય વેસ્ટ ભરેલું છે પરંતુ તેઓનો કોઈ કીમિયો કામ ના આવ્યો અને પર્યાવરણ નુકશાન વળતર ની રકમ પણ ચૂકવવી પડી છે. તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરી મોટી રકમ નો દંડ અને પર્યાવરણ નુકશાની વસુલ કરતા સ્થાનીક માફિયાઓમા ફફડાટ ફેલાયો છે.






