PATANSANTALPUR

સાંતલપુરના વૌવા ગ્રામ્ય પંચાયત ની જમીન ખોદી કરોડોની માટી ચોરી: ખાણ ખનીજ ખાાતા માટે ચોંકાવનારી નોબત

*સાંતલપુરના વૌવા ગ્રામ્ય પંચાયત ની જમીન ખોદી કરોડોની માટી ચોરી: ખાણ ખનીજ ખાાતા માટે ચોંકાવનારી નોબત*

પ્રાપ્ત વિગત અનુસાર પાટણ જિલ્લા નાં સાંતલપુર તાલુકાના હાઇવે ઉપરના વૌવા ગામ પાસે ખનીજ ચોરીની અત્યંત ચોંકાવનારી ઘટના બની છે. જમીન ખોદી કોઈ ઈસમોએ ખૂબ મોટા પ્રમાણમાં માટી ઉઠાવી લીધી છે. બજારની સ્થિતિએ ગણીએ તો કરોડોની કિંમતની માટી ચોરી લેવામાં આવી છે. પરવાનગી વિના અને રોયલ્ટી ભરવાનું પણ બાજુમાં રાખીને ઈચ્છા મુજબ જરૂરીયાત પ્રમાણે હજારો મેટ્રિક ટન માટીનું ખનન કર્યું ગ્રામજનો તપાસ ની માંગ કરી રહ્યા છે પાટણ ખાણ ખનીજ વિભાગ ના કેટલાક ભ્રષ્ટકર્મચારીઓની ના કારણે સાંતલપુર વિસ્તારમાં કેટલી સરકારી જમીન તેમજ ગ્રામ્ય પંચ્યાત જમીનોમાં થી ખનન ખોદાયા પછી જ સ્થાનિક લોકો દ્વારા જ્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ને જાણ કરવામાં આવે ત્યારે ધ્યાન આવે છે. અને ખનન ઉપાડી ગયા પછી ભૂસ્તર કચેરી માંથી ભૂમાફિયા ને સોધખોળ સરુ થાય છે. તેનો મતલબ તમે જ વિચારી લ્યો કઈક આવોજ બનાવ સાંતલપુર તાલુકાના વૌવા ગામના ગ્રામ પંચાયત ની જમીન માંથી લાખો રૂપિયાની માટી નું ખનન કરવામાં આવ્યું છે રોયલ્ટી ભર્યા વિના , ત્યારે પાટણ ખાણ ખનીજ વિભાગ ના અધિકારીઓ દ્વારા સ્થળ પર તપાસ કરી બિન અધિકૃત માટીનું ગેરકાયદેસર નું ખનન કર્યું છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે વૌવા ગામના સ્થાનિક દિનેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે અમારા ગામ માં ગેરકાયદેસર માટીનું ખનન કરવામાં આવી રહ્યું છે. તેમજ રોયલ્ટી ભર્યા વગર હજારો મેટ્રિક ટન માટીનું ખોદકામ કરી નાખ્યું છે તેમજ અમારા ગામની સીમમાંથી ચારે બાજુ ખોદી નાખ્યું છે અને ૪૦- ૪૦ ફૂટ ના ખાડા કરીને મૂકી દીધા છે અને અમારા ગરીબ માણસ નું કોય સાંભળતું નહિ અને અમો ત્યાં બંધ માટી ચોરી નું બંધ કરવાનું કહી તો અમોને અમારી સાથે ગેર વર્તમાન કરે છે. તો તાત્કાલિક ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ પર આવી તપાસ કરી જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી ની માંગ ઉઠવા પામી છે.

*અહેવાલ ભવાનજી ઠાકોર રાધનપુર પાટણ*

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!