SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણ ધરમ તળાવ બગીચામાં 10 વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી બે વર્ષથી નાસ્તો ફરતો આરોપીને વઢવાણ પોલીસે ઝડપી પાડ્યો.

તા.01/04/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વઢવાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી ડી ચુડાસમા નાઓએ વઢવાણ પોલીસ સ્ટેશનના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીઓ પકડવા સર્વેલન્સ તથા સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હકીકત આધારે આરોપીઓ અટક કરવા પ્રયત્ન કરતા ભગવાન પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી એમેન્ડમેન્ટ મુજેબના કામનો આરોપી અનિલભાઈ નટુભાઈ રાફુકીયા જાતે દેવીપુજક વઢવાણ માલધારી ચોક મફતિયા પરા ખાડુ વિસ્તાર વાળાને તેના મળી આવવાના સંભવિત સ્થળોએ અવારનવાર તપાસ કરતા મજબૂર મળી આવતો ન હોય અને ગુનાના કામે છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો હોય જેથી મજબુરના પરિવારના માણસો ઉપર ખાનગી રાહે વોચ તપાસ ગોઠવી તેમજ પરિવારના માણસોના મોબાઈલ નંબરોની અવારનવાર કોલ ડીટેલ મંગાવી એનાલીસીસ કરી તેમજ હ્મુમન સોસૅથી હકીકત મળેલ કે મજબૂર હાલે ભાવનગર વિદ્યાનગર વિસ્તારમાં દિવસ દરમિયાન કડિયા કામની મજૂરી કરી રાત્રિના ફૂટપાટ ઉપર જગ્યા મળે ત્યાં સૂઈ રહી હોવાની ચોક્કસ વાતમી મળતા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એચ પી દોશી સાહેબ નાઓને હકીકતથી વાફેક કરતાં સાહેબે તાત્કાલિક તપાસમાં જવા અંગે મંજૂરી આપતા તાત્કાલિક વઢવાણ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ડી ડી ચુડાસમા નાઓએ સવૅલ્નસ સ્ટાફના માણસોની ટીમના વિનોદભાઈ પી., રવિન્દ્રસિંહ, પ્રદ્યુમનસિંહ, કરણસિંહ, જયપાલસિંહ સહિત સમગ્ર ટીમ ભાવનગર તપાસમાં મોકલી આરોપી અનિલભાઈ નટુભાઈ રાફુકીયાને ભાવનગર વિદ્યાનગર વિસ્તારમાંથી પકડી લાવેલ છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!