ANANDKHAMBHAT

Khambhat : ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન મૂર્તિ વીજલાઈનને અડતાં બેના મોત

સમગ્ર દેશમાં આજે ગણેશ વિસર્જનનો મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે અનેક દુર્ઘટનાઓ સામે આવી રહી છે. દરિયા અને નદીમાં ડૂબી જવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે આણંદના ખંભાતમાં મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં ગણેશ વિસર્જન યાત્રામાં વીજ કરંટ લાગતા 2 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. ગણેશજીની મૂર્તિને વિસર્જન માટે લઈ જતાં પાંચ જણાને કરંટ લાગ્યો હતો. ત્રણ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરરાટી પ્રસરી ગઈ છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે આણંદના ખંભાતમાં બપોરે બે વાગ્યાના સુમારે લાડવાડા વિસ્તારના ભગવાન ગણેશજીની મૂર્તિને વિસર્જન માટે લઈ જવા યાત્રા નીકળી હતી. આ દરમિયાન મૂર્તિ હેવી વીજ લાઈનને અડી જતાં પાંચ લોકોને કરંટ લાગ્યો હતો. જેમાં બે લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં. જ્યારે ત્રણ લોકોને ગંભીર ઈજા થતાં તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. ગણપતિ વિસર્જન દરમિયાન બનેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!