JAMNAGARJODIYA

Ayurveda Day : સરકારી આયુર્વેદ હોસ્પીટલ જોડીયા ખાતે “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ” અંતર્ગત “ધન્વતરી ભગવાનનું પુજન” નું આયોજન કરવામા આવેલ.

આરોગ્ય્ અને પરીવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તેમજ વિભાગીય નાયબ નિયામકશ્રી આયુષની કચેરી રાજકોટ ના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પીટલ જોડીયા તથા જીલ્લા આયુર્વેદ અધિકારી જીલ્લા પંચાયત જામનગર ના સંયુકત ઉપક્રમે સરકારી આયુર્વેદ હોસ્પીટલ જોડીયા ખાતે “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ” અંતર્ગત આજરોજ “ધન્વતરી ભગવાનનું પુજન” નું આયોજન કરવામા આવેલ.જે અંતર્ગત આયુર્વેદ ,પ્રચાર-પ્રસાર,મિલેટસ આહાર,પ્રદર્શનીનુંં આયોજન કરવામા આવેલ હતું.આ પ્રસંગે સરકારી આયુર્વેદ હોસ્પીટલ જોડીયા ખાતે માનનીય ધારાસભ્યશ્રી મેઘજીભાઇ ચાવડા,કારોબારી સમિતિ ચેરમેન જીલ્લા પંચયત જામનગર શ્રીમતી ચંદ્રિકાબેન અઘેરા,ન્યાાયસમિતિના ચેરમેન શ્રlમતી ગોમતીબેન મેઘજીભાઇ ચાવડા,ભુતપુર્વ જોડીયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી જેઠાલાલ અઘેરા,જોડીયા વેપારી મંડણ પ્રમુખ શ્રીઅશોક વર્મા, વગેરે પદાઅધિકારીઓ તથા ગામના અગ્રણીઓ તેમજ વૈધ પંચકર્મ અધિકારીશ્રી એચ.એમ.જેતપરીયા, આર.એમ.ઓશ્રી વૈધ એ.ડી.જયસ્વાલ,જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રી એફ. એસ.પરમાર તથા જીલ્લા ના તમામ મેડીકલ ઓફીસરશ્રીઓ તેમજ રેફરલ હોસ્પીટલના અધિક્ષકશ્રી ડો. એસ. સોમૈયા અત્રેના નામાંકિત ડોકટરશ્રી જી.કે શકતાવત તથા જીલ્લા પંચાયત જામનગર તેમજ હોસ્પીટલના સર્વે કર્મચારીઓ હાજર રહેલ ભગવાન ધન્વતરીનું શાત્ત્રોકત વિધિથી પુજન અને હવન યજ્ઞ સંપન કરવામા આવેલ છે. જોડિયા ગામના ગ્રામજનોએ બહોળા પ્રમાણમાં ભાગ લીધેલ છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!