AHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

સ્પીડફોર્સ રેડી આસિસ્ટ ફ્રેન્ચાઇઝી કંપનીનું નવું ટુ વ્હીલર સર્વિસ સેન્ટર – ” પ્રિશ્ચિ બાઈક” અમદાવાદ ગુજરાતમાં શરૂ થયું.

સ્પીડફોર્સરેડીઆસિસ્ટ એ ભારતની એકમાત્ર આંતરરાષ્ટ્રીય અને નંબર 1 મલ્ટિ-બ્રાન્ડ ટુ વ્હીલર સર્વિસ ફ્રેન્ચાઇઝી ચેઇન કંપની છે. ભારતની ઝડપથી વિકસતી ” સ્પીડફોર્સરેડીઆસિસ્ટ ફ્રેન્ચાઇઝી કંપનીનું નવું ટુ વ્હીલર સર્વિસ સેન્ટર – ” પ્રિશ્ચિ બાઈક” અમદાવાદ ગુજરાતમાં તમામ બ્રાન્ડના ટુ વ્હીલરની સર્વિસ માટે ખુલ્યું છે.

 

 

સર્વિસ સેન્ટર ના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ સાંસદ ભાવનાબેન વાઘેલા, સેન્ટરના માલિક અંકિત પારેખ , મોનિકા પારેખ, એમના પિતા રમેશભાઈ પારેખ તથા ભાઈઓ પ્રિયાંક તથા યામીન અને સ્પીડફોર્સરેડીઆસિસ્ટ ની ટીમના માર્કેટિંગ હેડ આરકે ભાટિયા તેમજ ટેકનીકલ સલાહકાર પ્રદીપ રાજપૂત, માર્કેટિંગ લીડર મુસ્કાન રાણા તથા સ્નેહલ સોલંકી અને મિત્રો શુભેચ્છકો સ્નેહીજનો અને પરિવારના સભ્યો તેમજ હાજર રહ્યા હતા.

 

તેઓએ એ જણાવ્યું કે સ્પીડફોર્સના આ સર્વિસ સેન્ટર માં હવે ગ્રાહકો એક જ છત નીચે બજાજ, હીરો વગેરે જેવી તમામ બ્રાન્ડના ટુ વ્હીલર્સની સર્વિસિંગ અને રિપેરિંગ, બ્રેક ડાઉન, બાઇક સર્વિસ, ઓઇલીંગ, બેટરી, આકસ્મિક સહાય, ક્લેમ સેટલમેન્ટ, રોડ સાઇડ સહાય, ઇ.વી. ચાર્જિંગ અને EV સર્વિસિંગ વગેરે જેવી સેવાઓ પણ મેળવી શકશે.

 

આ સેન્ટરમાં ગ્રાહકો દરેક બ્રાન્ડના ટુ વ્હીલરના સ્પેરપાર્ટ્સ પણ મેળવી શકશે અને તેની સાથે આ ટુ વ્હીલરનો અહીં વીમો પણ કરાવી શકાશે, જેનો લોકોને ઘણો ફાયદો થશે. સ્પીડફોર્સની સ્થાપના 2011 માં વિવિધ ક્ષેત્રોમાં નિપુણ ત્રણ ભાગીદારો દીપેન બારાઈ,  કપિલ ભીંડી, અને  અશોક એમ શાહ દ્વારા કરવામાં આવી હતી, કંપની ઓછી કિંમતના ઊંચા વળતરના મોડલમાં માને છે, તેથી ફ્રેન્ચાઇઝીને મહત્તમ નફો મેળવવામાં મદદ કરે છે.

 

કંપની નો ઉદ્દેશ્ય તમામ ટુ વ્હીલર ગ્રાહકોને વાજબી દરે શ્રેષ્ઠ સર્વિસ પ્રદાન કરીને ઉચ્ચ ગુણવત્તાના ધોરણો સ્થાપિત કરવાનો છે.

સ્પીડફોર્સરેડીઆસિસ્ટ ટુ વ્હીલર સર્વિસ સ્ટેશન ફ્રેન્ચાઈઝી આપે છે, કંપની આજ સુધી 330 થી વધુ ફ્રેન્ચાઇઝી ઓપન કરી ચુકી છે અને જેઓ આ ઓટોમોબાઈલ બિઝનેસમાં જોડાવા માંગે છે તેઓ ખૂબ જ ઓછી મૂડીનું રોકાણ કરીને તેમની કારકિર્દી બનાવી શકે છે.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!