લીલીયા ના પુંજાપદર ગામે માલધારી ને સાંત્વના પાઠવતા ધારાસભ્ય કસવાલા
રિપોર્ટર..ઈમરાન.એ.પઠાણ
લીલીયા ના પુંજાપદર ગામે માલધારી ને સાંત્વના પાઠવતા ધારાસભ્ય કસવાલા
સ્થળ પરથી અધિકારીઓ ને પૂરતી અને ઝડપી સહાય માલધારી ને આપવા ધારાસભ્ય દ્વારા સૂચના અપાઈ
લીલીયા તાલુકાના પૂજાપાદર ગામે ગઈકાલે ગોવિંદભાઈ રાતડીયા ના ઝોકમાં ઘેટા બકરા પર દીપડાએ હુમલો કરેલ અને જેમાં 19 જેટલા ઘેટા બકરા ના મોત અને 5 જેટલા ઘેટા બકરા ને ઈજા થયેલ હોય ત્યારે માલધારી ગોવિંદભાઈ પર આભ તૂટી પડેલ હોય ત્યારે આ ઘટના ની જાણ વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ને થતા માલધારી ગોવિંદભાઈ રાતડીયા ને મળી સાંત્વના પાઠવી દુઃખ વ્યક્ત કરેલ અને સ્થળ પરથી પૂરતી અને ઝડપી સરકારશ્રી માંથી સહાય મળે તે માટે વન વિભાગના અધિકારીઓને ધારાસભ્યશ્રી દ્વારા સૂચના આપવામાં આવેલ આ તકે તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ, વિપુલભાઈ દુધાત, ભીખાભાઈ ધોરાજીયા, ભનુભાઈ ડાભી,પુંજાપાદર સરપંચ ગોરધનભાઈ વેકરીયા,ઘનશ્યામ મેઘાણી, બાલાભાઈ ભરવાડ, શાંતિભાઈ સવસવિયા, ડાયાભાઈ માલવિયા,હિતેશ પરમાર,હરજી ભાઈ રાઠોડ,દિનેશભાઈ રાદડિયા,સહિત ના ગ્રામ જનો કાર્યકરો ઉપસ્થિત રહેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે