AMRELI CITY / TALUKOBABRA

બાબરાના સેદાણી પરિવારનો અનોખો પશુ પ્રેમ

ડોગીને કુંભમાં સ્નાન કરાવ્યું...!

યોગેશ કાનાબાર રાજુલા

બાબરાના સેદાણી પરિવારનો અનોખો પશુ પ્રેમ:

ડોગીને કુંભમાં સ્નાન કરાવ્યું…!

 

સમગ્ર વિશ્વ અત્યારે કુંભ સ્નાન કરી રહ્યું છે ત્યારે કુંભ સ્થાન નો એક અનોખો મહિમા છે ત્યારે આ અમદાવાદ વસતા બાબરાના જાણીતા કવિ લેખક અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ કે,ડી, સેદાણી પરિવાર સહિત પ્રયાગરાજ ના કુંભ મેળામાં પરિવાર સાથે પવિત્ર સ્નાન માટે ગયા હતા,, છેલ્લા છ વર્ષથી તેની સાથે રહેતી ડોગી “એમી “ને પણ સાથે લઈ ગયા હતા,, અને તેમના મોટા સન વિવેકે ડોગી ને પણ પવિત્ર સ્નાન કરાવી પશુ પ્રેમી નું ઉદાહરણ પૂરું પાડ્યુંહતું,, , ઉલ્લેખની બાબત એ છે કે સેદાણી પરિવાર આ ડોગીને પરિવારના સભ્યની જેમ સાચવે છે,,કે,ડી, સેદાણી ને દીકરી ન હોવાથી ડોગી ને દીકરીની જેમ જ પ્રેમથી સાચવે છે, દરેક ધાર્મિક સ્થળોએ તેમજ સામાજિક પ્રસંગ સુખ નો હોય કે દુઃખ નો હોય કે પછી ફરવા જવાની હોય હોય ત્યારે ડોગી ને હમેશા પરિવાર ની દીકરીની જેમ જ તેમાં સામેલ કરે છે , આમ પ્રયાગરાજ માં કરોડો માણસો સ્નાન કરી આવ્યા ત્યારે આ ડોગી ને પણ કુંભ મેળામાં “સંગમ ઘાટ” મા સ્નાન સ્નાન કરાવ્યું ત્યારે ઘણા બધા લોકોએ ફોટા અને વિડિયો શૂટિંગ કરીને અનોખા પશુ પ્રેમની પ્રશંસા કરી હતી.
હાલ આ ડોગી ને સ્નાન કરવાના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે ત્યારે આ પરિવાર એ અંતમાં મીડિયા ને જણાવેલ કે પ્રાણી પણ એક જીવ છે અને આપણે જેમ આપણી તમન્નાઓ પૂરી કરીએ છીએ તેમ તેને પણ હક છે કે આપણે આપણી જેમ આ જીવી શકે…

Back to top button
error: Content is protected !!