DAHODGUJARAT

દાહોદ શહેરના રામાનંદ પાર્ક ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે કાઉન્ટ ડાઉન યોગ શિબિર આયોજન

તા.૧૯.૦૪.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ શહેરના રામાનંદ પાર્ક ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે કાઉન્ટ ડાઉન યોગ શિબિર તેમજ સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત અંતર્ગત યોગ શિબિરનુ આયોજન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ નાઓએ મનકી બાત કાર્યક્રમ માં મેદસ્વીતાથી મુક્તિ માટે દેશવાસીઓને કરેલા આહવાન તેમજ આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (૨૧ જૂન ૨૦૨૫) ની ઉજવણીના ભાગ રૂપે મેદાસ્વીતાને યોગ પ્રાણાયામ ના માધ્યમ થી દુર ભગાવવા તેમજ માન. મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્ય અને મુખ્ય પ્રેરણા સ્ત્રોત યોગસેવક શિશપાલજી ચેરમેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગરનાઓના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં યોગ શિબિર થવા જઈ રહી છે જેથી દાહોદ જિલ્લાની જાહેર જનતાને ખાસ વિનંતી કે તા.૨૧.૦૪.૨૦૨૫ સોમવાર ના રોજ રામાનંદ પાર્ક, પડાવ, દાહોદ ખાતે સમય સવારે ૫:૩૦ કલાકે આપનો મૂલ્યવાન સમય આપી આ અભિયાન માં જોડાવા માટે સમસ્ત દાહોદ જિલ્લા યોગ પરિવાર વતી આપ સૌ જાહેર જનતાને આ યોગ શિબિરમાં જોડાવા વિનંતી

Back to top button
error: Content is protected !!