NANDODNARMADA

રાજપીપળામાં પ્રચારના પડઘમ શાંત પડ્યા, પાલિકાની ૨૬ બેઠકો માટે રવિવારે મતદાન

રાજપીપળામાં પ્રચારના પડઘમ શાંત પડ્યા, પાલિકાની ૨૬ બેઠકો માટે રવિવારે મતદાન

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાનું વડુમથક રાજપીપળા માં નગરપાલિકાની 26 બેઠકો માટે અગામી રવિવારે મતદાન થવાનું છે આજે આચારસંહિતાનો અમલ લાગુ થતા જાહેર સ્થળોએથી ચૂંટણી પ્રચારના મોટા મોટા બેનરો ધજા અને પતાકાઓને ઉતારી લેવામાં આવ્યા હતા ત્યારે પ્રચારના પદઘમ હવે શાંત પડ્યા છે.

{“fte_image_ids”:[],”remix_data”:[],”source_tags”:[],”source_ids”:{},”source_ids_track”:{},”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:false,”containsFTESticker”:false}

નર્મદા જિલ્લામાં રાજપીપલા નગરપાલિકામા પુરૂષ ૧૧,૮૮૪ સ્ત્રી ૧૨,૮૭૩ તથા અન્ય-૧ મળી કુલ ૨૪,૦૫૮ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી ૨૬ ઉમેદવારોને પાલિકામાં ચૂંટીને મોકલશે રાજપીપળા પાલિકામાં કુલ ૨૮ બેઠકો છે જેમાં બે બેઠકો બિન હરીફ ભાજપના ફાળે ગઈ છે હવે ૨૬ બેઠકો માટે મતદાન થવાનું છે

 

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ મતદાન માટે તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે રાજપીપળા શહેરમાં તમામ બુથો ઉપર પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે

 

રાજપીપળા નગરપાલિકામાં ચૂંટણી માં ભાજપ કોંગ્રેસ આપ તેમજ અપક્ષ એમ ચાર પાંખીયો જંગ થશે મતદારો કોને ચૂંટીને મોકલશે એ આવનાર સમય બતાવશે રાજપીપળા નગરપાલિકા માટે મતદાન મશીનો નું ડિસ્પેચ શનિવારે આદર્શ નિવાસી શાળામાંથી થશે તેમજ મત ગણતરી પણ ત્યાં જ થવાની છે

Back to top button
error: Content is protected !!