GUJARATJUNAGADHKESHOD

કેશોદના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અને રોકડ થી સન્માનિત કરવામાં આવ્યા

કેશો ના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અને રોકડ થી સન્માનિત કરવામાં આવ્યા

શ્રી ઈન્દિરાનગર પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે કાર્યરત ચૌહાણ પ્રવીણભાઈ છગનભાઈ કે જેઓ બાળકોને ગુણવત્તા સભર મૂલ્યલક્ષી શિક્ષણ સાથે વિવિધ પદ્ધતિ, પ્રવિધિ,પ્રયુક્તિ અને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ કાર્ય આપે છે સાથે સાથે ઇકો ક્લબ ચકલી બચાવો અભિયાન, સરકારી યોજનાઓનો લાભ, જરૂરિયાતમંદ બાળકો અને પરિવારને દાન વગેરે કાર્ય પણ કરે છે.રોજ એક કલાકનો સમયદાન આપી બાળકોને NMMS તથા જ્ઞાન સાધના અને જનરલ નોલેજ ની પરીક્ષાઓની તૈયારી પણ કરાવે છે તથા વિવિધ સ્પર્ધાઓ માટેની તૈયારી માટે બાળકોને પ્રોત્સાહિત કરે છે જેનુ ખૂબ જ સુંદર પરિણામ શાળા કક્ષાએ જોવા મળે છે રોજ શાળા ના સમય કરતા ૧ કલાક વધારે છેલ્લા ૧૦ વર્ષ થી સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરાવે છે. ૩૦ કરતા વધારે વિદ્યાર્થીઓ રાજ્ય ના મેરીટ માં આવેલ છે.સરકાર દ્વારા મળેલ ઇનામની રકમ શાળામાં દાનમાં આપી દીધી હતી

રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!