BANASKANTHAPALANPUR

સરસ્વતી હાઇસ્કુલ પાલનપુર ના પ્રિન્સીપાલ શ્રી નરેન્દ્ર સિંહ દેવડા ને પ્રકૃતિ મિત્ર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલ 

1 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી કિશનચંદ ટેકચંદ પરિવાર ખેડબ્રહ્મા દ્વારા ગુજરાતમાં પ્રકૃતિને ખૂબ સારું કામ કરનાર મિત્રોને આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે.તે અંતર્ગત નરેન્દ્ર સિંહ દ્વારા જંગલ ઓળખો, પ્રકૃતિને ઓળખો,વન બચાવો પ્રકૃતિ બચાવો અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પગપાળા વન પરિભ્રમણ શિબિર, સાગરકાંઠા ઓળખો શિબિર, આપણી સરહદ ઓળખો ,નર્મદા સેવાશ્રમ શિબિર વગેરે જેવી શિબીરોમાં દર વર્ષે તજજ્ઞ તરીકે જોડાઈને જંગલો ઓળખો, તેઓશ્રીએ જણાવ્યું હતું કે  પ્રકૃતિ  બચાવો અંતર્ગત સમગ્ર ગુજરાત ના જંગલોમાં જંગલ સફાઈ વનસ્પતિ ઓળખો અને વધુ વૃક્ષો વાવો તેવી પ્રતિજ્ઞા સાથે ના કાર્યક્રમ સાથે સાથે નર્મદા નદી ના કિનારે થતી ઉત્તરવાહિની પરિક્રમામા દર વર્ષે નદી સફાઈ કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે જોડાઈને અત્યાર સુધીના અંદાજિત 3400-3500 શિબિરાર્થીઓને જંગલો વિશે પ્રકૃતિ વિશે માહિતી આપી પ્રતિજ્ઞા લેવડાવી જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરેલ છે.તેના ફળ સ્વરૂપે એમાંથી મોટાભાગના શિબિરાર્થીઓ જંગલ પ્રેમી બન્યા છે અને વૃક્ષો વાવતા થયા છે અને પ્રકૃતિ બચાવવા ની ભાવના સભર થયા છે આ સુંદર કામગીરી બદલ આચાર્ય શ્રી નરેન્દ્રસિંહ દેવડા ને  દાંતા તાલુકાની માંકડી હાઈસ્કૂલ ખાતે પ્રકૃતિ મિત્ર એવોર્ડ આપવામાં આવેલ હતો.શાળા પરિવારે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!