GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ ખાતે બાલિકાઓનું પૂજન તેમજ કિશોરી મેળો યોજાયો

તા.૧૪/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

૫૧ બાળાઓનું કુમકુમ તિલક સાથે પૂજન અને ભેટ આપી સશક્તિકરણના આશીર્વાદ અપાયા

કિશોરીઓને યોજનાકીય લાભો,પોષણ સહિત જીવન જરૂરી વ્યવહારનું માર્ગદર્શન અપાયું

Rajkot: મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં ”બેટી બચાવો, બેટી પઢાઓ” તેમજ ”પૂર્ણા યોજના” હેઠળ આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત, રાજકોટ અને મહાનગરપાલિકા, રાજકોટના સંયુક્ત ઉપક્રમે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ, રાજકોટ ખાતે બાલિકા પૂજાન અને કિશોરી મેળો કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે મંત્રીશ્રી ભાનુબેને જણાવ્યું હતું કે, પ્રધાનમનત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે, બાળકી, દીકરી અને મહિલાને શિક્ષણ અને આરોગ્ય થકી સશક્ત બનાવી મજૂબત સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનાવવા અનેક યોજનાઓ અમલી બનાવી હતી. જેનો લાભ આજે રાજ્યની લાખો મહિલાઓને મળી રહ્યો છે.

મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી દ્વારા સંસદ અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત બિલને પાસ કરાવી મહિલા સશક્તિકરણ માટેના દ્વાર ખોલ્યા હોવાનુ જણાવી કહ્યુ હતુ કે, હવે મહિલાઓ આંગણવાડીથી સંસદ અને અંતરિક્ષ સુધી તેઓની પ્રતિભા દેખાડી શકશે. રાજ્ય સરકાર દ્વારા બાળકીના જન્મના અધિકારથી લઈ તેઓના શિક્ષણ માટે “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના, કન્યા કેળવણી અને સુપોષિત દીકરી માટે “પૂર્ણા” યોજનાઓ કલ્યાણકારી સાબિત થઈ રહી છે. બાળ મૃત્યુ દર ઘટાડવા ૧૦૦૦ દિવસની સંભાળ માટે સગર્ભા માતાઓની વિશેષ કાળજી લેવાઈ રહી હોવાનુ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.

આ તકે મેયરશ્રી નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ અને સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયાએ પ્રસંગિક ઉદબોધનમા રાજ્ય સરકાર દ્વારા કિશોરીઓના ઉત્કર્ષ માટે અમલી બનાવાયેલી વિવિધ યોજનાઓ અંગે રૂપરેખા પુરી પાડતા કહ્યું હતું કે ગર્ભમાં રહેલ બાળકીથી લઈ તેઓના જન્મ અને પુખ્ત બને ત્યાં સુધી તેમજ તેઓના લગ્ન અને ભવિષ્યમાં પણ તેઓ આર્થિક રીતે સધ્ધર બને તે માટે અનેક યોજનાકિય લાભો ઘર ઘર સુધી પહોંચાડયા છે.

આ તકે મંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે આંગણવાડીની ૫૧ બાળાઓનું કુમકુમ તિલક કરી તેઓનું પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ બાળાઓને અવનવી ભેટ-સોગાદો આપી ખુશ ખુશાલ કરી દેવામાં આવી હતી. બાળાઓ ભવિષ્યમાં સશક્ત નારી બની દેશનું ગૌરવ વધારે તેવા આશીર્વાદ ઉપસ્થિતોએ પાઠવ્યા હતા.

કિશોરી મેળામાં ઉપસ્થિત કિશોરીઓ કે જેઓ કોઈ કારણોસર શાળાએ ન જઈ શકી હોય તેઓને રાજ્ય સરકારની કિશોરીઓને પૂર્ણા યોજના સહીત વિવિધ યોજનાઓ અને તેના લાભોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ જીવન જરૂરી વ્યવહારિક બાબતો જેમ કે બેન્કિંગ, પોસ્ટ ઓફિસ સહિતની કામગીરી અંગે તેઓને માહિતગાર કરાયા હતા. આ સાથે તેઓને પોષણ અંગે પણ સમજ પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારી શ્રીદેવ ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

મહાનુભાઓએ કાર્યક્રમ બાદ મીલેટ્સમાંથી બનાવેલી વાનગી પ્રદર્શન નિહાળ્યું હતું તેમજ મહિલા અને બાળ વિભાગની કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી પુરી પાડતા સ્ટોલની મુલાકાત લીધી હતી.

કાર્યક્રમમાં ધારાસભ્યો સર્વે શ્રી રમેશભાઈ ટિલાળા, મહેન્દ્રભાઈ પાડલીયા, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, અગ્રણીઓ સર્વે શ્રી મનીષભાઈ રાડીયા, દિલીપભાઈ લુણાગરિયા, કંચનબેન સિધ્ધપુરા, મહિલા બાળ વિકાસના વિભાગના નિયામક હસરતબેન, નાયબ કમિશનર અનિલ ધામેલીયા,આઇસીડીએસ ના પ્રોગ્રામ અધિકારી શ્રી સાવિત્રી નાથજી તથા મહિલા અને બાલ વિકાસ અધિકારી અવનીબેન દવે, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં બાળાઓ તેમજ કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!