TANKARA:ટંકારાના ઓટાળા ગામથી ભાજપનો આગેવાન યુવતીને ભગાડી ગયો ભોગ બનેલ પરિવાર ધારાસભ્યને રજૂઆત કરવા દોડી ગયા.

TANKARA:ટંકારાના ઓટાળા ગામથી ભાજપનો આગેવાન યુવતીને ભગાડી ગયો ભોગ બનેલ પરિવાર ધારાસભ્યને રજૂઆત કરવા દોડી ગયા….
ટંકારા તાલુકામાં ભાજપના રાજમાં અમારી દીકરીઓ સલામત નથી.. ગ્રામજનો
ટંકારા તાલુકાના ઓટાળા ગામે કહેવાતો ભાજપનાં યુવા મોરચાનાં વાંકાનેરના પ્રભારી અને મોરબી જિલ્લા યુવા ભાજપનાં ઉપપ્રમુખ બેચર ઘોડાસરા ગામની દીકરીને ભગાડીને લઈ જતા આજે વહેલી સવારે ગામના એક હજાર જેટલા લોકોએ મોરબી ખાતે આવી ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાના કાર્યાલયે હંગામો મચાવતા ધારાસભ્ય પણ ચોંકી ઉઠ્યા હતા અને કહેવાતા આ ભાજપના કાર્યકરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામા આવશે તેમ જણાવ્યું હતું
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં ઓટાળા ગામમાંથી ભાજપનો આગેવાન ગામની દીકરીને ભાગડી ગયેલ છે અને દીકરી કયા છે તેનો હજુ સુધી કોઈ પત્તો લાગેલ નથી અને પોલીસ ફરિયાદ લીધા નથી જેથી કરીને ગામના લોકોમાં ભારે આક્રોશ છે અને આજે ભોગ બનેલ પરિવારની સાથે ગામની મહિલાઓ સહિતના લોકો રવાપર ચોકડી ધારાસભ્યના કાર્યાલયે આવ્યા હતા ભાજપના રાજમા અમારી દીકરી સલામત નથી અને ભાજપનો આગેવાન જ અમારી દીકરીને ભગાડી ગયેલ છે જેથી કરીને પરીવાર ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ગયો હતો જો કે, પોલીસે પરિવારની ફરિયાદ લઈને દીકરીને શોધવા કે આરોપીને પકડવા માટેની કામગીરી કરી ન હતી અને માત્ર અરજી લઈને તપાસ કરવાના ડીડક કરતી હોય છે અને આરોપીઓને છાવરતી હોય તેવો ગંભરી આક્ષેપ કરેલ છે.









