GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર ધુળેટી રમતા બાળકોની સાયકલ બાબતે મહિલા સહિતના પાડોશીઓ પર પથ્થર વડે હુમલો કર્યો

 

WAKANER:વાંકાનેર ધુળેટી રમતા બાળકોની સાયકલ બાબતે મહિલા સહિતના પાડોશીઓ પર પથ્થર વડે હુમલો કર્યો

વાંકાનેર શહેરમાં ધુળેટીના તહેવારની ઉજવણી દરમિયાન રામ ચોક વિસ્તારમાં આવેલી શુકલ શેરીમાં લોહિયાળ ઝઘડો થયો હોવાની ઘટના સામે આવી છે. બાળકો શેરીમાં રંગે રમતા હતા તે દરમિયાન સાયકલ રાખવા જેવી નજીવી બાબતે બે શખ્સોએ મહિલા અને તેના સાથીઓ પર હુમલો કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

 



​મળતી માહિતી મુજબ, વાંકાનેરની શુકલ શેરીમાં રહેતા ખુશ્બુબેન મહેન્દ્રભાઈ વરસડા અને તેમના મિત્રોના બાળકો ધુળેટી નિમિત્તે કલર-પાણીથી રમી રહ્યા હતા. આ દરમિયાન બાળકો પોતાની સાયકલ લઈને શેરીમાં વીડિયો ઉતારતા હતા. બાળકોએ પોતાની સાયકલ પાડોશમાં રહેતા આરોપીઓના ઘર પાસે મૂકી હતી, જે બાબત આરોપીઓને ગમી ન હતી.
​ગાળાગાળી બાદ પથ્થરમારો જ્યારે ખુશ્બુબેન અને તેમના સાથીઓ બાળકો પાસે ગયા, ત્યારે ત્યાં રહેતા જ્યોતિકાબેન બટુકભાઈ મેઘાણી અને બટુકભાઈ ગોરધનભાઈ મેઘાણીએ ઉશ્કેરાઈને ગાળાગાળી શરૂ કરી હતી.ફરિયાદી અને તેમના સાથીઓ પર છૂટા પથ્થર અને ઈંટોના ઘા કર્યા હતા.લાકડી વડે હુમલો કરી હાથ-પગ અને શરીરના ભાગે મૂઢમાર મારી ઈજાઓ પહોંચાડી હતી.આ ઘટના અંગે ખુશ્બુબેને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી

Check Also
Close
Back to top button
error: Content is protected !!