MORBIMORBI CITY / TALUKO

શનાળા ગામ નજીકથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી મોરબી ગાંધીનગરની સ્ટેટ મોનીર્ટરિંગ સેલની ટીમે મોરબીમાં સ્થાનિક પોલીસને ઉઘતી રાખીને જૂનાગઢના બુટલેગરે ટ્રક ભરીને મોકલાવેલો દારૂ ઝડપી લીધો હતો. જેમાં શનાળા પાસે 12 લાખના ઈંગ્લીશ દારૂ સાથે એકને દબોચી લીધો હતો અને 8 શખ્સોને ફરાર દર્શાવી ટ્રક, દારૂ સહિત કુલ રૂ.19,31,190 નો મુદામાલ જપ્ત કર્યો હતો.

ગાંધીનગરની સ્ટેટ મોનીર્ટરિંગ સેલની ટીમને ખાનગીરાહે બાતમી મળી હતી કે જૂનાગઢના નામચીન બુટલેગર ધીરેન અમૃતલાલ કારીયાએ ટ્રક ભરીને ઈંગ્લીશ દારૂ મોરબી મોકલાવ્યો હોય અને આ ટ્રક ભરેલો દારૂ મોરબીના શનાળા નજીક શક્તિ માતાજીના મંદિર પાસે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલો હોવાની હકીકતના આધારે ગાંધીનગરની સ્ટેટ મોનીર્ટરિંગ સેલની ટીમ શનાળા પાસે ત્રાટકી હતી અને પોલીસે ત્યાંથી ટ્રકમાં ભરેલો 250 પેટીની 3 હજાર ઈંગ્લીશ દારૂની બોટલ કી. રૂ.12,18, 380નો દારૂ તેમજ રોકડ રૂ.7330, એક મોબાઈલ, આઇસર ટ્રક મળી કુલ રૂ.19,31,190 નો મુદામાલ સાથે આરોપી કલ્પેશ ઉર્ફે લાલો હરદાસભાઈ લગારીયા રહે જૂનાગઢવાળાને ઝડપી લીધો હતો. જ્યારે આ દારૂ પ્રકરણમાં મુખ્ય બુટલેગર તરીકેજૂનાગઢના નામચીન બુટલેગર ધીરેન અમૃતલાલ કારીયા અને કલ્પેશ ઉર્ફે લાલો હરદાસ લગારીયાના નામો બહાર આવ્યા છે…

આથી આ મુખ્ય બુટલેગર ધીરેન અમૃતલાલ કારીયા અને તેનો સાગરીત શ્યામ આહીર, ધીરેન કારીયાનો ચાલક ઉદય દવે, ડ્રાઇવર રાહુલ, આઇસર ટ્રક જી.જે.1 ડી.વાય.7632નો માલિક, અને દારૂ મંગવાનાર અને મોકલનાર સહિત 8 શખ્સોને ફરાર દર્શાવી કાર્યવાહી હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!