DAHODGUJARAT

દાહોદ એલસીબી પોલીસે ગરબાડા તાલુકાના નળવાઈ ગામેથી આંતરરાજ્ય વાહન ચોરી કરતા બે આરોપીઓને ઝડપી પડ્યા

તા.૧૩.૦૯.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ એલસીબી પોલીસે ગરબાડા તાલુકાના નળવાઈ ગામેથી આંતરરાજ્ય વાહન ચોરી કરતા બે આરોપીઓને ઝડપી પાડી, તેમની પાસેથી ગરબાડા નગરમાંથી ચોરાયેલી R-15 મોટરસાયકલ સહિત ચોરીની કુલ સાત મોટરસાયકલો કબજે કરી છે.

દાહોદ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ ગામેતી ની સુચના મુજબ, એલસીબી પીએસઆઇ ડી આર બારૈયા, પીએસઆઇ આર જે ગામીત, તથા પીએસઆઇ એસ જે રાઠોડ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, નંબર વગરની બે મોટરસાયકલ જેમાં એક સફેદ કલરની અપાચી મોટરસાયકલ ચાલક તથા બીજી આરવન ફાઈવ મોટરસાયકલ ચાલક એમ બંને ઇસમો તેઓની પાસેની મોટરસાયકલો વેચાણ કરવા સારું નળવાઈ ગામમાં ફરે છે. અને તેઓ નળવાઇ જીઇબી સબ સ્ટેશનથી આગળ ભુતરડી જવાના રસ્તા ઉપર ઉભા છે. જે મળેલ બાતમીના આધારે એલસીબી પોલીસે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા બંને ઇસમો મોટરસાયકલ સાથે ભૂતરડી તરફથી આવતા જોવાયેલ, પરંતુ તેઓ પોલીસની ગાડી જોઈને ભાગવા લાગતા પોલીસે મધ્યપ્રદેશના જોબટ તાલુકાના સંદીપ કલમસિંહ ભુરીયા તથા અલીરાજપુર તાલુકાના અનિલ ચંદરસિંહ ભુરીયાને ચોરીની સફેદ કલરની નંબર વગરની અપાચી, તથા કાળા કલરની યામાહા આર વન ફાઈવ મોટરસાયકલો સાથે ઝડપી પાડયા હતા. અને પોલીસે સદર બંને મોટરસાયકલોની પોકેટ કોપ મોબાઈલ એપ્લિકેશન દ્વારા તપાસ કરતા સફેદ કલરની અપાચી મોટરસાયકલ ઝરીબુઝર્ગ ગામના જશવંતભાઈ મનુભાઈ ગણાવાની હોવાનું જણાઇ આવ્યું હતુ. તથા કાળા કલરની યામાહા આરવન ફાઈવ મોટર સાયકલ ગરબાડાના જોશી અલ્પેશભાઇ પ્રહલાદભાઈની હોવાનું જણાઈ આવ્યું હતું.

પોલીસે પકડાયેલ બન્ને ઇસમોને વિશ્વાસમા લઇ ઘનિષ્ટ પૂછપરછ કરતા તેઓએ પોતે તથા પોતાના સાગરીત સાથે મળી બીજી પાંચ મોટર સાયકલો જુદા-જુદા સમયે અલગ અલગ જગ્યાએથી લાવી તે વેચાણ કરવા સારૂ ચંદલા ગામના જંગલની કોતરમા સંતાડી રાખેલ હોવાનું જણાવેલ. જેથી પોલીસે સદર બન્ને ઇસમોને સાથે રાખી તપાસ કરતા ગાંગરડીથી વરઝર મધ્યપ્રદેશ તરફ જતા રસ્તે ચંદલા ગામના જંગલ વિસ્તારમા નીલગીરીના ઝાડોની આડમા કોતરમા નીચે સંતાડી રાખેલ બીજી પાંચ મોટર સાયકલો મળી આવી હતી.જેથી તેઓની પૂછપરછ કરતા તેઓએ દાહોદ, સુરત, વડોદરા, છોટાઉદેપુર તેમજ મધ્યપ્રદેશ રાજયમાથી જુદા-જુદા સમયે અલગ અલગ જગ્યાએથી મોટરસાયકલો ચોરી કરેલ હોવાની કબુલાત કરતા, આ બંને ઇસમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!