NARMADA

દેડીયાપાડા હોસ્પિટલ- નું લોકાર્પણ કરવા બાબત ડેડીયાપાડા ધારાસભ્ય એ આરોગ્યમંત્રી ને પત્ર લખ્યો .


તાહિર મેમણ : સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ-દેડીયાપાડા નું લોકાર્પણ કરવા બાબત ડેડીયાપાડા ધારાસભ્ય એ આરોગ્યમંત્રી ને પત્ર લખ્યો . નર્મદા જિલ્લાના દેડીયાપાડા અને સાગબારા તાલુકો એ બાહુલ્ય આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહીં આ વિસ્તારના ૩૦૫ ગામોમાં અંદાજે ૩.૫ લાખની વસ્તી વસે છે. અહીંના લોકો ની કોઇપણ જાતની બિમારીઓ, અકસ્માતો ના સારવાર કે ડીલીવરીઓ માટે દેડીયાપાડા ખાતેના સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ માં આવવું પડે છે. હાલમાં અહીં જુના મકાનમાં નાની -નાની સારવાર કરવામાં આવે છે. જે બિલ્ડીંગ
જર્જરિત હાલતમાં અને પુરતા સાધનો ન હોવાથી મોટા ભાગનાં દર્દીઓને રાજપીપળા, અંકલેશ્વર, સુરત, ભરૂચ કે વડોદરા રીફર કરવામાં આવે છે. જેમાં દર્દીઓને ખૂબજ હાલાકીઓનો સામનો કરવો પડે છે. અમે સરકાર અને અહીંના પ્રશાસન ને ઘણીવાર ધ્યાન દોરેલ છે. છતાં કોઇપણ કાર્યવાહી થઇ
નથી. ત્યારે આ જ કમ્પાઉન્ડમાં સરકારશ્રી નું સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું મકાન છેલ્લા બે વર્ષથી તૈયાર છે. ત્યારે પુરતા સાધનો અને મહેકમ સાથે આ મકાન ના લોકાર્પણ કરવા માટે ડેડીયાપાડા ધારાસભ્ય એ આરોગ્યમંત્રી ને પત્ર લખ્યો

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!