GUJARATRAJKOT

રાજકોટ જીલ્લાની આંગણવાડી બહેનો દ્વારા વિવિધ માંગણીઓને લઈને કલેક્ટર તંત્રને આવેદન અપાયું.

૦૫ ઓક્ટોમ્બર વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી

મહિલા અને બાળકલ્યાણ કેબિનેટ મંત્રીના હોમ ટાઉન જીલ્લામાં રાજકોટ જીલ્લાની ભરની આંગણવાડી બહેનો દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આંગણવાડી વર્કરોને સાત માસથી નાસ્તાનો ખર્ચના બિલની રકમ મળેલ નથી.

જીલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદન પત્રમાં જણાવ્યુ કે કુપોષણ ક્ષેત્રે કાર્યરત એવી ગુજરાતભરના ૫૩ હજાર આંગણવાડીઓમા વર્કરો પોતાના પગારમાથી નાસ્તાબિલોની રકમ છેલ્લા સાત મહિનાથી ચૂકવેલ છે જે છેલ્લા સાત મહિનાથી મળેલ નથી ગેસના બાટલાની , મકાનભાડાની, મંગળદિવસના ઉજવણીના બિલો બે વર્ષથી ચૂકવાયા નથી મોબાઈલ ઇન્સેંટીવની રકમો છેલ્લા ૧ વર્ષથી ચૂકવાઈ નથી જેથી બહોળી સંખ્યામાં રાજકોટ જીલ્લાની આંગણવાડી બહેનો કલેક્ટર કચેરીએ હજાર રહીને આવેદન પત્ર આપ્યું હતું.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!