GUJARATNAVSARI

નવસારી: વરસાદને પગલે સંભવિત પરિસ્થિત અંગે સાંસદ સી.આર.પાટીલે આપી માર્ગદર્શક સૂચનાઓ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારીમાં ગુરુવારે રાત્રે પડેલ અનરાધાર વરસાદના પગલે નવસારીમાં ઠેરઠેર પાણીની રેલમછેલ જામી હતી 4 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા નવસારી શહેરમાં જળ બંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. ઉપવાસમાં પડી રહેલા અવિરત વરસાદના પગલે પૂર્ણા નદી ભયજનક સપાટીએ પહોંચી હતી જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અસરગ્રસ્ત વિસ્તારોનાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અઠવાડીયામાં બે વખત વરસાદે તબાહી મચાવતા વહીવટીતંત્ર સાબદું બન્યુ હતું  પાણી ભરવાના પગલે ઠેરઠેર ગંદગી અને કીચડ જામતા વહીવટીતંત્ર સાથે નગરપાલિકાના સફાઈ કર્મીઓની ટિમ કામે લાગી છે. વરસાદી પાણી ઓછરતા રોગશાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગની ટિમ ઘરે ઘરે  જઇ તપાસ હાથ ધરી છે. નવસારી જિલ્લામાં અનરાધાર પડેલા વરસાદ કારણે મુશ્કેલીઓ સર્જાતા આગોતરા સલામતીના ભાગરૂપે આજે સાંસદ સી.આર પાટીલ નવસારીની મુલાકાતે આવ્યા હતા.
ઉપરવાસના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે અને વધે તો પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીમાં સંભવિત પૂરની પરિસ્થિતિને અનુલક્ષીને શહેરના નિચાણવાળા વિસ્તારોમાં બચાવ અને રાહતની વ્યૂહરચનાના ભાગરૂપે નવસારી સાંસદ શ્રી સી. આર.પાટીલે આજે સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઋષિકેશ ઉપાધ્યાય, પ્રાયોજના વહિવટદારશ્રી આનન્દુ સુરેશ, આસીસ્ટન્ટ કલેકટરશ્રી ઓમકાર શિંદેતથા  જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી  સંભવિત પૂરની પરિસ્થિતિને  પહોંચી વળવા માટેના આગોતરા આયોજન અંગે માર્ગદર્શક સુચનાઓ આપી હતી.સાંસદશ્રી સી. આર.પાટીલે જણાવ્યું હતું કે હાલમાં વરસાદ છે અને પૂર્ણાની સપાટી ભયજનક સપાટીથી નજીક પહોંચે ,જ્યારે ઉપરવાસમાં જો ભારે વરસાદ થાય તો જેને પરિણામે પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીમાં પૂર આવવાની શક્યતાઓ રહેલી છે.સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે નવસારી શહેરના નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવું પડે તો જરૂરી આશ્રયસ્થાનો નિયત કરવા,આશ્રય સ્થાનોની સાફ-સફાઈ,  ફૂડ પેકેટ, પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ  માટે જરૂરી વ્યવસ્થા કરવા તેમણે વહીવટી તંત્રના અધિકારીઓને સુચનાઓ આપી હતી.

સાંસદશ્રીએ સંભવિત પૂરની સ્થિતિમાં કોઈ જાનમાલનું નુકશાન ન થાય તે  અંગેની આગોતરી વ્યવસ્થા કરવા તેમને નગરપાલિકાના તંત્રવાહકોને  જણાવ્યું હતું.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!