JUNAGADHKESHOD

કેશોદ જીઇબીના રૂપિયા ૪૭૨૯૧/- મુદામાલ ની ચોરી થતાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ.

કેશોદ શહેરથી જુનાગઢ હાઈવે રોડ પર આવેલા માર્કેટીંગ યાર્ડની સામે વડવાળા હોટલની બાજુમાં પી.જી.વી.સી.એલ. ની માલીકીના ઈલેવન કેવી લાઇન ડી.પી.સ્ટક્ચર ઉપર ના ટ્રાન્સફોર્મરના ડીઓ ફ્યુઝ કાપી પાવરબંધ કરી ટ્રાન્સફોર્મર નીચે પછાડી દઇ તેમાંથી કોપર વાયર સાથેની કોઇલ જે આશરે ૧૭ કિલો ગ્રામ વજનની તથા ટ્રાન્સફોર્મરની બોડીમાં ભરેલ ઓઇલ આશરે ૧૭ લીટર જેની કુલ કિ.રૂ.૪૭૨૯૧/- ની અજાણ્યા શખ્સોએ ચોરી કરી નાસી જતાં કેશોદ પીજીવીસીએલ નાં નાયબ કાર્યપાલક ઈજનેર જે કે કાતરીયાએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કેશોદના જુનાગઢ હાઈવે રોડ પર ધમધમતા વાહનોની અવરજવર વચ્ચે ચાલું લાઈનમાં પાવર બંધ કરી હાથફેરો કરવામાં આવતાં ટેકનીકલ રીતે જાણકારી ધરાવતાં શખ્સો ચોરીમાં સંડોવાયેલા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. કેશોદ પોલીસ દ્વારા તસ્કરો ને ઝડપી પાડવા ટેકનોલોજી નો ઉપયોગ કરી અને આસપાસના વિસ્તારમાં આવેલા સીસીટીવી ફૂટેજ તપાસી ચક્રો ગતિમાન કર્યા છે.

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!