NAVSARI

નવસારી જિલ્લામાં ચૂંટણીની વિવિધ ટીમોના નોડલ અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

આજરોજ જિલ્લા કલેક્ટરના સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેના  અધ્યક્ષસ્થાને સાથે ચૂંટણીની વિવિધ ટીમોના નોડલ અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજાઇ હતી.
સમગ્ર ગુજરાત સહિત નવસારી જિલ્લામાં આગામી તા.૭મી મે, ૨૦૨૪ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. નવસારી જિલ્લામાં ચૂંટણીલક્ષી તમામ કામગીરી સુપેરે પાર પડે તે સુનિશ્વિત કરવા અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની ઉપસ્થિતીમાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

બેઠકમાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીને લગતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગોને મળતી વ્યવસ્થા અંગે, ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓના પોસ્ટલ બેલેટ,  રેન્ડમાઇઝેશન, ચૂંટણીલક્ષી મટીરીયલ બાબતે, આચારસંહિતા તથા કંટ્રોલરૂમ મારફત મળતી ફરીયાદોનું તાત્કાલિક નિકાલ કરવા, તથા નવસારી જિલ્લામાં તમામ મતદારો મતદાન કરે તે માટે જનજાગૃતિની વિવિધ પ્રવૃતિઓ થકી નાગરિકોને મતદાન કરવા પ્રેરિત કરવા અંગે સંબંધિત વિવિધ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!