HIMATNAGARSABARKANTHA

જિલ્લામાં બૌધ્ધિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ લાભાર્થીઓને ૧ કરોડથી વધુની સહાય ચૂકવાઇ

જિલ્લામાં બૌધ્ધિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ લાભાર્થીઓને ૧ કરોડથી વધુની સહાય ચૂકવાઇ

 

**************************

 

 

 

દિવ્યાંગ વ્યક્તિઓને ઓશિયાળાપણાનો ભોગ ન બનવુ પડે અને સમાજમાં સ્વમાનભેળ જીવન જીવી શકે એ માટે સરકાર દ્વારા દિવ્યાંગો માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે. જેમાં બૌધ્ધિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ પેન્શન યોજના અંતર્ગત કુલ ૧૪૬૪ લાભાર્થીઓને રૂ. ૧૧૦૭૨૦૦૦/- ની સહાય ઓનલાઇન ડીબીટી મારફતે ચૂકવવામાં આવી છે.

 

 

 

રાજય સરકારના સમાજ સુરક્ષા ખાતા દ્વારા માનસિક રીતે અસક્ષમ, ઓટીઝમ તથા સેરેબ્રલ પાલ્સી (મગજનો લકવો) વ્યકિતઓને મનોદિવ્યાંગ પેન્શન યોજના હેઠળ દર માસે રૂ. ૧૦૦૦/- આર્થિક સહાય ચુકવવાની યોજના અમલમાં છે.જેનાથી લાભાર્થીને આર્થિક ટેકો થાય છે.

 

આ યોજનામાં આવક મર્યાદાનો ૫ણ કોઇ મર્યાદા નથી. તથા આ સહાયની રકમ ડીબીટી મારફત સીધા લાભાર્થીના બેંક એકાઉન્ટમાં દર માસે ચુકવવામાં આવે છે.. બાળકો અને સ્ત્રી, પુરૂષો તમામને આ યોજનાનો લાભ મળી શકે છે.આ યોજનાનો લાભ લેવા માટે વિકલાંગતાનુ સર્ટીફિકેટ, સમાજ સુરક્ષા ખાતાનુ ઓળખ૫ત્ર,આઘારકાર્ડ, બેન્ક એકાઉન્ટ માહિતી વિગતોની જરૂરીયાત રહે છે.

 

 

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!