BANASKANTHAPALANPUR

ગુજરાતની ગૌશાળાઓ પ્રાકૃતિક ખેતીના કેન્દ્રો બનશે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

શેરપુરા સહિત સાત ગામના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ લીધો

સોમારપુરીજી મહારાજ ગૌશાળાના રજતજયંતી મહોત્સવમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિ

(માહિતી બ્યુરો, પાલનપુર)

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શેરપુરા ગામે શ્રી સોમારપુરીજી મહારાજ ગૌશાળાનો રજતજયંતી મહોત્સવ ઉજવાયો હતો. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઇને દેશને પોષણયુક્ત અનાજ-પાક મળે, ખેડૂતોની આવક વધે, લોકો તંદુરસ્ત બને તે માટે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતો પશુપાલકોને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે ખેતીમાં વધી રહેલ યુરિયા, ડી.એ.પી અને જંતુનાશકોના વપરાશથી જમીન તેની ફળદ્રુપતા ગુમાવી રહી છે, જમીનમાં રહેલ પોષક તત્વો ઘટી રહ્યા છે. ધરતી માતાની પોતાની તાકાત ઘટી રહી છે, તો આપણને શું તાકાત આપશે? ધરતીમાં રહેલ પોષકતત્વો નાશ પામવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટી રહી છે અને કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ એટેક, કિડની સંબધિત બીમારીઓ વધી રહી છે. યુવાનો અને નાના બાળકો આજે હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ત્યારે કૃષિ ઉત્પાદનોમાં પોષક તત્વો પાછાં મળે તેમજ નાગરિકોને સ્વાસ્થ્યપ્રદ જીવન મળે તે માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય છે.

વેદોમાં ગાયને સમસ્ત વિશ્વની માતા કહી છે, જ્યારથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી ગાય અમૃતમય દૂધ આપે છે. વૈજ્ઞાનિક સંશોધનમાં પુરવાર થયું છે કે, વિદેશી જર્સી ગાયના દૂધથી ગુસ્સો આવે છે, હાયપરટેન્શન વધે છે જ્યારે આપણી દેશી ગાયનું દૂધ બુદ્ધિ અને શરીર માટે સર્વોત્તમ છે. ગૌમૂત્ર અને ગોબર ખેતી માટે કિંમતી છે એમ જણાવી તેમણે ઘન જીવામૃતના ફાયદા, અળસીયાની ઉપયોગિતા સમજાવી હતી. આગામી સમયમાં ગુજરાતની ગૌશાળાઓ પ્રાકૃતિક કૃષિના  કેન્દ્રો બનશે એમ જણાવી પશુપાલકોને ગૌ આધારિત ખેતી અપનાવવા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ અપીલ કરી હતી. રાજ્યપાલશ્રીના અનુરોધને પગલે શેરપુરા સહિતના આજુબાજુના સાત ગામના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો લીધો સંકલ્પ લીધો હતો.

આ પ્રસંગે શ્રી રામ રતનજી મહારાજ, સમસ્ત મહાજનના પ્રમુખ શ્રી ગિરીશભાઈ શાહ, ગૌશાળાના અધ્યક્ષશ્રી દશરથભાઇ દેસાઈ, ઉપાધ્યક્ષશ્રી રમેશભાઈ જોશી, શ્રી પોપટલાલ સુથાર, શ્રી મણિલાલ જાટ સહિત ગૌશાળાના ટ્રસ્ટીઓ, સંચાલકો, ગૌસેવકો, ગ્રામજનો અને ખેડૂતો તથા પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બોક્ષ

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું ગૌશાળાને પાંચ લાખનું દાન

સોમારપુરીજી મહારાજ ગૌશાળાના રજતજયંતી મહોત્સવમાં ઉપસ્થિત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગૌશાળાની પ્રવૃત્તિઓ અને ગૌસેવકોની ગાયોની માતા-પિતા સમાન સેવા કરવાની ભવનાને બિરદાવી હતી. તેમણે ગૌશાળાને પાંચ લાખના દાનની જાહેરાત કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!