JETPURRAJKOT

આઈ.ટી.આઈ. રાજકોટ ખાતે ૩૦ જાન્યુઆરીએ યોજાશે રોજગાર ભરતીમેળો

તા.૨૮ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને રાજકોટ આઈ.ટી.આઈ. દ્વારા નેસ્લે ઇન્ડિયા લી. સાણંદ માટે તા. ૩૦ જાન્યુઆરી, ૨૦૨૩ સોમવારના રોજ સવારે ૦૮:૦૦ વાગ્યા થી ૧૦:૦૦ વાગ્યા સુધી ગવર્નમેન્ટ આઈ.ટી.આઈ., આજી ડેમ પાસે, રાજકોટ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

નેસ્લે ઈન્ડિયા લી. સાણંદ પ્લાન્ટ દ્વારા માટે આઈ.ટી.આઈ. ટ્રેડમાં ઈલેક્ટ્રિશિયન, વાયરમેન, ઈલેક્ટ્રોનિક્સ મિકેનિક, ટર્નર, ફીટર, મશીનિસ્ટ વેલ્ડર, ઈન્સ્ટ્રુમેન્ટ મિકેનિક/ ડ્રાફ્ટસમેન મિકેનિક સહિતની ૫૦ જગ્યાઓ માટે સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં ધોરણ ૧૦ અને આઈ.ટી.આઈ. ટ્રેડમાં ઓછામાં ઓછા ૫૦% માર્ક્સ સાથે વર્ષ ૨૦૨૦,૨૦૨૧,૨૦૨૨માં પાસ થયેલા ૧૮ થી ૨૪ વર્ષની ઉંમરના માત્ર ગુજરાતનાં જ પુરુષ ઉમેદવારો ભાગ લઈ શકશે. રૂ.૧૮,૦૦૦ પ્રતિ માસ સી.ટી.સી. સાથે રાહત દરે જમવાની, ટ્રાન્સપોર્ટ અને પ્રોવિડન્ટ ફંડ સહિતની સુવિધાઓ મળવાપાત્ર છે.

આ ભરતી મેળામાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ ધોરણ ૧૦ની માર્કશીટ, સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો, કમ્પ્યુટરાઈઝડ બાયોડેટા, આઈ.ટી.આઈ. અભ્યાસ અંગેના ડોક્યુમેન્ટ્સ વગેરે સાથે લાવવાના રહેશે. વહેલા તે પહેલાના ધોરણે પ્રથમ આવેલા ૧૫૦ ઉમેદવારોને જ કમ્પ્યુટર ટેસ્ટ લઈને રજીસ્ટ્રેશન, ફોર્મ ફીલિંગ, કમ્પ્યુટર ટેસ્ટ, ગ્રુપ ડિસ્કશન બાદ મૌખિક ઈન્ટરવ્યુ લઈ ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.

પસંદગી પામેલ ઉમેદવારોએ કંપનીમાં તાત્કાલિક ધોરણે જોઈનીગ કરવાનું રહેશે. કંપની વિશે વધુ વિગતો www.nestle.in વેબસાઈટ પરથી મળી રહેશે. આ અંગે વધુ માહિતી માટે આઈ.ટી.આઈ. રાજકોટમાં પ્લેસમેન્ટ વિભાગનો રૂબરૂ સંપર્ક કરવા આઈ.ટી.આઈ.નાં આચાર્યશ્રી નિપુણ રાવલની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!