GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર હાઇવે રોડ ઉપર  ફટાકડા ફોડી જન્મદિવસની ઉજવણી કરતાં ઇસમો પકડી પાડી કાયદાનું ભાન કરાવતી પોલીસ 

WANKANER:વાંકાનેર હાઇવે રોડ ઉપર  ફટાકડા ફોડી જન્મદિવસની ઉજવણી કરતાં ઇસમો પકડી પાડી કાયદા નું ભાન કરાવતી પોલીસ

વાંકાનેરમાં નેશનલ હાઇવે ઉપર જાહેરમાં ફટાકડા ફોડી અમુક ભાન ભૂલેલા શખ્સોનો વીડિયો વાઇરલ થતા વાંકાનેર સીટી પોલીસ તુરંત એકશનમાં આવી વાઇરલ વીડિયોમાં દેખાતા શખ્સોની તાત્કાલિક અટક કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. આ સાથે વિડીઓમાં દેખાતી ફોર્ચ્યુનર કાર પણ કબ્જે લઇ તમામ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૨૮૩,૨૮૬,૩૩૬ તથા એમ.વી.એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર સોશ્યલ મીડીયા ઉપર વાંકાનેર પંથકના નેશનલ હાઈવે ઉપર અમુક શખ્સો દ્વારા ફટાકડા ફોડી લોકોમા ભયનુ વાતાવરણ ઉભુ કરતો બર્થ-ડે સેલીબ્રેશનનો વિડીયો વાયરલ થયો હોય, જેથી તે ઈસમોને તાત્કાલીક શોધી તેઓને કાયદાનું ભાન કરાવવા મોરબી જીલ્લા પોલીસવડાની કડક સુચના અનુસંધાને વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ મથક પીઆઈ એચ.વી.ઘેલા સહિતની ટીમે વાંકાનેર પંથકનો બર્થ-ડે સેલીબ્રેશનનો વિડીયો જોઈ સ્થળ તેમજ વ્યક્તિઓની ઓળખ કરી તાત્કાલીક આરોપી બુરહાનુદીન તૈયબઅલી મલકાની ઉવ.૨૬, હુશેન ઉર્ફે બાજી સબીરભાઇ હાથી ઉવ.૨૮ અમીરભાઇ મુસ્તાકભાઈ તાજાણી ઉવ.૩૧,અજીજભાઇ મુસ્તુભાઇ સરાવાલા ઉવ.૨૭ તમામ રહે.વોરાવાડ શેરી નં.૪,૬ વાંકાનેર જી.મોરબીને ઝડપી લઇ સાથે વિડીઓમાં દેખાતી ફોર્ચ્યુનર કાર રજી.નં જીજે-૦૩-એમએચ-૫૩૦૦ કિ.રૂ.૩૫ લાખ કબ્જે લઇ તમામ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!