DEVBHOOMI DWARKAKHAMBHALIYA

દેવભૂમિ દ્વારકા બાગાયત વિભાગની અર્બન ગ્રીન મિશન કાર્યક્રમની તાલીમ આપવામાં આવશે.

માહિતી બ્યુરો દેવભૂમિ દ્વારકા તા.૧૬,

દેવભૂમિ દ્વારકા જીલ્લાના તમામ નાગરીકો, જમીન વિહોણા નાગરીકો, બાગ-બગીચાઓ સાથે સંકળાયેલ નાગરીકો, ફળ અને શાકભાજી ફળ રોપ ઉછેર કેન્દ્ર સાથે સંકળાયેલ નાગરીકો, ફુલ અને શુશોભનની નર્સરીઓ સાથે સંકળાયેલ નાગરીકો વિગેરે ભાઇઓને બાગાયતી તાલીમ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

 બાગાયત વિભાગની અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી કામ તાલીમ) યોજના HRT-5 હેઠળ ત્રણ દિવસીય માળીકામ તાલીમ આપવામા આવે છે. આ તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને રૂ. ૨૫૦/- પ્રતિ દિનની મર્યાદામાં ત્રણ દિવસ માટે કુલ રૂ. ૭૫૦/- વૃત્તીકા મળવાપાત્ર રહશે. તથા આ તાલીમાર્થીને રૂ. ૧૫૦૦/- ની મર્યાદામાં ઉપયોગી ગાર્ડન ટુલ કીટ પણ મળવાપાત્ર રહશે. તાલીમાર્થીની ઉંમર ૧૮ થી ૪૫ વર્ષ સુધીની હોવી જોઇએ. આ યોજના હેઠળ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, જામનગર, ગાંધીનગર જિલ્લાઓ ખાતે તાલીમ આપવામાં આવશે તથા મહાનગર પાલિકા/અર્બન ઓથોરીટી હસ્તકના બાગ-બગીચા/બાગાયત ખાતાની નર્સરી/સી.ઓ.ઇ. સેન્ટર/કૃષિ યુનિવર્સિટી/પ્રાઇવેટ બગીચાઓમાં પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માંગતા નાગરીકોએ અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી કામ તાલીમ) ઘટકમા તારીખ. ૨૨-૦૯-૨૦૨૩ સુધીમા આઇ-ખેડુત પોર્ટલમા ઓનલાઇન અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ,  જાતીના દાખલા, આધારકાર્ડ, રેશનકાર્ડ, બેન્ક બચત ખાતાની નકલ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જીલ્લા સેવા સદન, બીજો માળ, રૂમ નં. A/2/18, લાલપુર રોડ, જામ-ખંભાળીયાના સરનામે તાત્કાલીક પહોચાડવા વિનંતી છે. તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રી સી.ઓ.લશ્કરી દ્વારા જણાવવામાં આવેલ છે.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!