માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં સગૌરવ આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો, જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય સહિતના ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુથી ૧ ઓગસ્ટથી ૭ ઓગસ્ટ દરમ્યાન “નારી વંદન સપ્તાહ” ઉજવણી કરવામાં આવે છે. “નારી વંદન ઉત્સવ” અંતર્ગત આજરોજ ખંભાળીયા નગરપાલિકા ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ રાજીબેન મોરીના અધ્યક્ષ સ્થાને મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી આવી હતી. જેમાં ખાસ મહિલાઓ માટે સ્વ-રોજગાર મેળાનું આયોજન કરેલ હતું. મહિલા સ્વાવલંબન દિવસની થીમ પર નાટક ભજવવામાં આવેલ. ઉપરાંત સ્વ-સહાય જૂથ બનાવી બહેનોને આત્મનિર્ભર બનાવવા બદલ ૩ બહેનોનું ટ્રોફી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ તેમજ રાજય કક્ષાએ લગ્નગીતમાં તૃતીય નંબર મેળવેલ ૧ મહિલાનું સન્માન કરવામાં આવ્યું હતું. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત ૫ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. મહિલાલક્ષી પ્રચાર-પ્રસાર માટે રોજગાર કચેરી, લીડ બેંક મેનેજરશ્રી, વન સ્ટોપ સેન્ટર, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને ૧૮૧ મહિલા અભયમ ટીમ દ્વારા સ્ટોલનું પ્રદર્શન કરવામાં આવેલ તેમજ જરૂરી માહિતી પૂરી પાડવામાં આવેલ હતી.
આ કાર્યક્રમમાં નગર પાલિકા પ્રમુખશ્રી ભાવનાબેન પરમાર, અગ્રણી સર્વશ્રી પ્રતાપભાઇ પીંડારીયા, વી.ડી. મોરી, હરીભાઇ નકુમ, હિનાબેન આચાર્, જગાભાઇ ચાવડા, દહેજ પ્રતિબંધક અધિકારી પ્રફુલભાઇ જાદવ વગેરે હાજર રહયા હતા.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.