RAJKOTUPLETA

ઉપલેટા તાલુકાના પ્રગતી હેઠળના વિકાસ કાર્યોની સ્થળ તપાસ કરતા તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવસિંહ પરમાર

તા.૪ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે ઉપલેટાના નાગવદર ખાતે લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું

ઉપલેટા તાલુકામાં બહોળા પ્રમાણમાં નાણાંપંચ તથા અન્ય વિકાસના કામો પૂર્ણ થયા છે તેમજ રસ્તા, પાણીની લાઈન વગેરે જેવા અન્ય કામો પ્રગતિ હેઠળ છે, ત્યારે ઉપલેટાના તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવસિંહ પરમારે પૂર્ણ થયેલ કામો અને ચાલી રહેલા વિકાસ કામોની સ્થળ તપાસ કરી સમીક્ષા કરી હતી. જેમાં ખારચીયા શાળા ખાતે મધ્યાહન ભોજન શેડ, ગ્રામ વિસ્તારના કોઝવે, પુર સંરક્ષણ દિવાલ વગેરેનો સમાવેશ થાય છે.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા આશાસ્પદ યુવાનોને વાંચન માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજકોટના માર્ગદર્શન હેઠળ ઉપલેટા તાલુકાના નાગવદર ગામે લાઈબ્રેરી બનાવવામાં આવી છે, જેમા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ લાઈબ્રેરી માટે પુસ્તકો અર્પણ કર્યા હતા, ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષિત યુવાનો વધુને વધુ ઉચ્ચ પદો પર આવી નવા અભિગમ સાથે વિકાસને આગળ ધપાવે તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જિલ્લ વિકાસ અધિકારીશ્રી દ્રારા મોડલ આંગણવાડી, સ્ટેમ લેબ અને લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તેમ તાલુકા વિકાસ અધિકારીશ્રી ભાવસિંહ પરમારે જણાવ્યું હતું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!