KHERGAMNAVSARI

ખેરગામ:દેશના સ્વાતંત્રદિવસ નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજ,નવસારી જિલ્લા પ્રમુખ દ્વારા નિવૃત આર્મી જવાનોનું સન્માન કરવામાં આવ્યું.*

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ

દેશભરમાં 77 મો સ્વાતંત્રદિવસ ધૂમધામથી દબદબાભેર મનાવવામાં આવ્યો.ત્યારે ખેરગામના સર્જન અને સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને એમના ધર્મપત્ની ડો.દિવ્યાંગી પટેલ દ્વારા સ્વાતંત્રદિવસની ઉજવણી માભોમની રક્ષા માટે સરહદ પર પોતાનું જીવન ન્યોછાવર કરી દેવાની તમન્ના રાખનાર માજી સૈનિકો અને અર્ધસૈનિક દળોના માજી સૈનિકો એક્સ આર્મી મુકેશભાઇ જી.પટેલ,ગોવિંદભાઈ સીઆરપીએફ-નારણપોર, મહેશભાઈ પટેલ,રમેશભાઈ પટેલ ઇશ્વરભાઇ ચોધરી,સંજયભાઈ પટેલ,પ્રવીણભાઈ પટેલ, જગુભાઈ ચોધરી,મોહનભાઈ પટેલ સહિતનાઓનું આદિવાસી પરંપરાગત ફાળિયું,આદિવાસી કારીગરો દ્વારા બનાવવામાં આવેલ બામબૂ ડેકોરેટીવ લાઈટ્સ,ફુલહાર,પેનસેટ સહિતની વસ્તુઓ આપીને સન્માન કરવામાં આવ્યું.આ પ્રસંગે ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા મીડિયા સાથેની વાતચિતમાં જણાવવામાં આવ્યું કે સમસ્ત આદિવાસી સમાજ હંમેશા દેશભક્ત અને દેશભક્તોનું સન્માન કરનાર રહ્યો છે.આજે દેશની સરહદોનું રક્ષણ કરનાર સૈનિકોનું સન્માન કરતા અનહદ આનંદની લાગણી અનુભવ્યે છીએ.ભૂતકાળમાં પણ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા નિવૃત સૈનિક સંગઠન સાથે મળીને રચનાત્મક કાર્યો કરવામાં આવીશ ચુક્યા છે.ભવિષ્ય પણ કોઈ દિવસ સૈનિકોના હક અધિકારના પ્રશ્ને સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો પડખે ઉભા રહેશે તેની બાંહેધારી આપે છે.આ પ્રસંગે ઉપસ્થિત નિવૃત સૈનિકે પોતાની વેદના ઠાલવતા જણાવ્યું કે ગ્રામ્ય કક્ષાએ સન્માન કર્યું એની અમે કદર કર્યે છીએ પરંતુ સરકારે અમને તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં અતિથિ તરીકે બોલાવી સન્માન કર્યું હોત તો ખુબ આનંદ થતે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!