GUJARATMORBI

વાર્ષિક ઇન્સ્પેકશન માટે રેંજ આઈજી મોરબીની મુલાકાતે :પોલીસની વિવિધ કામગીરીના ભરપુર વખાણ કર્યા .

વાર્ષિક ઇન્સ્પેકશન માટે રેંજ આઈજી અશોકકુમાર યાદવ હાલ મોરબીની મુલાકાતે :પોલીસની વિવિધ કામગીરીના ભરપુર વખાણ કર્યા..

વાર્ષિક ઇન્સ્પેકશન માટે રેંજ આઈજી અશોકકુમાર યાદવ હાલ મોરબીની મુલાકાતે છે અને ત્રણ દિવસ સુધી વિવિધ કામગીરીની સમીક્ષા કર્યા બાદ આજે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં સીટની કામગીરી, પોલીસની વિવિધ કામગીરીના ભરપુર વખાણ કર્યા હતા
રેંજ આઈજીએ પત્રકાર પરિષદને સંબોધન કરી જણાવ્યું હતું કે ૩ દિવસ ઇન્સ્પેકશન દરમિયાન પોલીસની વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ ક્રાઈમ કોન્ફરન્સ યોજી રેંજની પોલીસની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી પોલીસ ટીમો વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન, ક્રાઈમ ડિટેકશન, ટ્રાફિક કામગીરી સારી રીતે કરી રહી છે તેમજ સ્ટુડન્ટ પોલીસ કેડેટસ સ્કીમ અંતર્ગત વિવિધ શાળાની મુલાકાત લીધી હતી તો સિરામિક સહિતના ઉદ્યોગમાં પરપ્રાંતીય શ્રમિકો આવીને કામ કરતા હોય જેનું પોલીસ વેરીફીકેશન સમયસર કરવા ખાસ અનુરોધ કર્યો હતો
પોલીસ સ્ટેશનમાં મુલાકાત કરીને કામગીરી નિહાળી હતી તેમજ પોલીસ કર્મચારીને તાલીમ આપી નાગરિકોને પોલીસ વધુ ઉપયોગી થઇ સકે તે દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે નાગરિકો કોઈપણ સમસ્યા હોય તો પોલીસ કંટ્રોલ રૂમ, પોલીસ અધિકારીનો કોન્ટેકટ કરે જેથી પોલીસ સમસ્યાનો ઉકેલ કરી સકે તો શાળા અને કોલેજ આસપાસ ઘૂમતા ટપોરીઓ છાત્રાઓની છેડતી કરતા હોય જે બનાવો રોકવા કડક પગલા લેવાઈ રહ્યા છે તેમજ રોડ પર વાહન અકસ્માત રોકવા એક્શન પ્લાન પર કામગીરી કરી રહ્યા છે તો બાઈકમાં સ્ટંટ કરતા ઇસમોને ઝડપી લેવા અને કડક કાર્યવાહી કરવા સ્પેશ્યલ ટીમ તૈયાર કરાશે જે સોશ્યલ મીડિયા મોનીટરીંગ કરી કડક કાર્યવાહી કરશે


તે ઉપરાંત સામુહિક-જાહેર કાર્યક્રમોમાં સાયબર સેફટી બાબતે જાગૃતિના કાર્યક્રમો થકી નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે અને સાયબર ક્રાઈમનો ભોગ બનેલ નાગરિકો તુરંત સાયબર સેલનો સંપર્ક કરે તેવી અપીલ કરી હતી તો મોરબીમાં ઠેર ઠેર દબાણો જોવા મળે છે જે મામલે પાલિકા સાથે સંકલન કરી દબાણ હટાવવા બાબતે કાર્યવાહી કરાશે તેવો ગોળ ગોળ જવાબ આપ્યો હતો સાથે જ ડીજીપી દ્વારા પોલીસ લખેલ વાહનો અંગેના પરિપત્રની કડક અમલવારી કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી ઉદ્યોગપતિના નાણાની રીકવરી માટેની સીટને મળી મોટી સફળતા
મોરબીમાં આવેલ વિવિધ ઉદ્યોગના નાણા મોટી સંખ્યામાં ફસાયેલ હોય જેથી સીટની રચના કરી કામગીરી કરવામાં આવી રહી છે જેની માહિતી આપતા રેંજ આઈજીએ જણાવ્યું હતું કે ઉધોગકારોના ૧૮ થી ૨૦ કરોડ ફસાયેલ હોય જે પૈકી સીટ દ્વારા ૭-૮ કરોડ રીકવર કરવામાં આવ્યા છે તેમજ અન્ય રાજ્ય સાથે પણ સંકલન કરીને ફસાયેલા નાણા રીકવર કરવા માટે ટીમો કામગીરી કરી રહી છે તેમજ મજુરોના વેરીફીકેશન મામલે પણ અમલ કરવા ઉદ્યોગકારો સહમત બન્યા છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!