RAJKOT

જન્માષ્ટમી લોકમેળાની કામગીરી અંગે લોકમેળા સમિતી દ્વારા જાહેરાત, સ્ટેજ સિકયોરિટી સંબંધિત ટેન્ડર બહાર પાડવામાં આવ્ય

તા.૧૨/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ. તા. ૦૫/૦૯/૨૦૧૩ થી તા.૦૯/૦૯/૨૦૨૩ સુધી રેસકોર્ષ મેદાન, રાજકોટ ખાતે લોકમેળો યોજાનાર છે. જેની તૈયારીના ભાગરૂપે લોક્મેળા અમલીકરણ સમીતી દ્વારા લોકમેળામાં જાહેરાતનું પ્રસારણ, લોકમેળામાં સિકયુરીટીગાર્ડ તથા લોકમેળાના મુખ્ય સ્ટેજ અંગે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.

બહાર પાડવામાં આવેલ જાહેરાતના ટેન્ડર Tender ID No 603073 દ્રારા લોકમેળામાં ૪ (ચાર) પ્રવેશદ્વાર, તથા મેળાની અંદર ૩૫(ત્રીસ) જેટલા લાઈટ અને સાઉન્ડના ટાવર તથા ૧૨(બાર) વોચ ટાવર તેમજ એલ.ઈ.ડી.સ્ક્રીન દ્વારા જાહેરાતનું પ્રસારણ કરવા માટે ઓનલાઈન ટેન્ડર કરવામાં આવેલ છે. ટેન્ડર ડોક્યુમેન્ટ www.npocure.com પરથી તા.૨૪/૦૭/૨૦૨૩ સાંજે ૫-૦૦ વાગ્યા સુધી ડાઉનલોડ કરી શકાશે. આ ઉપરાંત Tender ID No.603074 દ્રારા લોકમેળામાં રાઉન્ડ ધી ક્લોક સિક્યોરીટી ગાર્ડસ રાખવા અંગે ઓનલાઈન ટેન્ડર કરવામાં આવેલ છે. ટેન્ડર ડોક્યુમેન્ટ www.npocure.com પરથી તા.૨૪/૦૭/૨૦૨૩ સાંજે ૫-૦૦ વાગ્યા સુધી ડાઉનલોડ કરી શકાશે.

ઉપરોકત બન્ને ઓનલાઈન ટેન્ડરોની ટેકનીકલ બીડ ખોલવાની તથા ડોક્યુમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયા તા.૨૭/૭/૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કરવામાં આવશે અને તા.૨૭/૭/૨૦૨૩ ના રોજ સાંજે ૫–૦૦ ક્લાકે ટેકનીકલી કવોલીફાઈડ બીડર્સની “Price Bid” ખોલવામાં આવશે.

લોકમેળામાં મુખ્ય સ્ટેજ (કાર્યક્રમ સાથે જાહેરાત) માટેનું કામ સંભાળવા માંગતા વ્યક્તિઓ/પેઢીઓ/ કંપનીઓ/જાહેરાત એજન્સીએ નાયબ ક્લેક્ટર, રાજકોટ (શહેર-૧) પ્રાંત,જુની ક્લેક્ટર ક્ચેરી, રાજકોટ (શહેર-૧) ખાતેથી ટેન્ડર તા.૧૧/૭/૨૦૨૩ થી તા.૨૪/૭/૨૦૨૩ સુધી કચેરી સમય દરમ્યાન નિયત ટેન્ડર ફી રૂ. ૧૦૦૦/– (એક હજાર પુરા) ભરી મેળવી શકશે. આ માટે ભાવો ભરી સીલબંધ કવરમાં તા.૨૬/૭/૨૦૨૩ ના રોજ ૧૮–૦૦ કલાક સુધી પહોંચતા કરવાના રહેશે, અને તા.૨૮/૭/૨૦૨૩ ના ૧૨-૦૦ ક્લાકે ટેન્ડર કચેરી ખાતે ખોલવામાં આવશે તેમ, અધ્યક્ષશ્રી લોકમેળા અમલીકરણ સમિતિ, નાયબ ક્લેકટર રાજકોટ (શહેર–૧)ની યાદીમાં જણાવ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!