IDARSABARKANTHA

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કેમ્પસ ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યુ

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કેમ્પસ ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યુ

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગરના માન.કુલપતિશ્રી ડો. આર. એમ. ચૌહાણની પ્રેરણા અને માર્ગદર્શનથી નિયામકશ્રી, વિધાર્થી કલ્યાણની કચેરી દ્વારા અત્રેની યુનિવર્સિટીની તમામ મહાવિધાલય અને તમામ કૃષિ પોલીટેકનીકના અંતિમ સત્રના વિધાર્થીઓ શિક્ષણ પુર્ણ કરે તેની સાથે જ નોકરીમા જોડાય તે માટે ગાંધીનગર સ્થિત Agrovikas Agritech Private Limited કંપનીમાં આસિસ્ટન્ટ ફિલ્ડ મેનેજરની જગ્યા માટે તારીખ ૧૧/૦૪/૨૦૨૩ના રોજ કૅમ્પસ ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલ હતું.
આ ઇન્ટરવ્યુની શરૂઆતમાં અત્રેની કચેરી ખાતે ખેતી અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી વી. વી. સોલંકીએ કંપનીના એચ. આર. મેનેજરશ્રી અને તેમના સ્ટાફ તથા ઇન્ટરવ્યુમાં આવેલ વિધાર્થીઓને આવકાર્યા હતા. ત્યાર બાદ કંપનીના એચ. આર. મેનેજરશ્રીએ કંપની વિશે અને તેમની કામગીરી વીશે માહિતી આપી અને શુભેચ્છાઓ પાઠવી. સદર કૅમ્પસ ઇન્ટરવ્યુમાં યુનિવર્સિટીની તમામ મહાવિધાલય અને તમામ પોલીટેકનીકના અંતિમ સત્રના કુલ ૬૨ વિધાર્થીઓ હાજર રહેલ અને ઇન્ટરવ્યુમાં આપેલ હતુ. સદર ઇન્ટરવ્યુને સફળ બનાવવા માટે નિયામકશ્રી, વિધાર્થી કલ્યાણ ડૉ. કે.પી.ઠાકર અને તેમની સમગ્ર ટીમે ખુબ જહેમત ઉઠાવેલ અને સમગ્ર ઇન્ટરવ્યુ પ્રક્રિયાનું સુંદર આયોજન કરેલ હતુ.

જયંતિ પરમાર સાબરકાંઠા

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!