NAVSARI

નવસારી-વિજલપોર નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*નવસારીના લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે નવસારીના ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

* પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારતના લાભાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ મહાનુભાવો સહિત નગરજનોએ નિહાળ્યું *
નવસારી વિજલપોર નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા  સમારોહ નવસારીના ધારાસભ્યશ્રી રાકેશ દેસાઈની વિશેષ ઉપસ્થિતીમાં યોજાયો હતો. આ સાથે સેવા સેતુ કાર્યક્રમ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાનો જનજાગૃતિ કેમ્પનું આયોજન નવસારીના લુન્સીકુઈ મેદાન ખાતે ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ભારત સરકારના વિવિધ વિભાગો દ્વારા લોક કલ્યાણકારી યોજનાઓના સુચારુ સંચાલન દ્વારા છેવાડાનાં માણસને યોજનાકીય લાભ પહોંચાડવાનું કામ વિકસિત ભારત સંક્લ્પ યાત્રા  હેઠળ નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સહિત સેવાસેતુ યોજનાઓનો મહત્તમ લાભ લેવા ધારાસભ્યશ્રીએ નગરજનોને અપીલ કરી હતી.
<span;>ધારાસભ્યશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીને દેશના ગરીબ અને વંચિત નાગરિકોની ચિંતા છે.  છેવાડાના લોકો માટે કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓમાં આવાસ યોજના, આયુષ્માન ભારત કાર્ડ,અન્ન યોજના, ઉજ્જ્વલા યોજના જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. જે યોજનાઓ અંગે જાગૃત બની લાભ લઇને આર્થિક સામાજીક રીતે આગળ વધવા સૌને અનુરોધ કર્યો હતો.

આ  કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું અન્ય લાભાર્થી સાથેનો સંવાદ  લાઈવ નિહાળ્યું હતું. આ સાથે ‘મેરી કહાની મેરી ઝુબાની’ અંતર્ગત પોષણ અભિયાન, પીએમ કિસાન યોજના, આયુષ્માન ભારત કાર્ડ જેવી વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાની સાફલ્યગાથા વર્ણવી હતી. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય, ચેક તથા કિટ વિતરણ કરી લાભાન્વિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વિકસિત ભારત અંગેની શપથ ગ્રહણ કરી હતી. કાર્યક્રમમાં સેવાસેતુને લગતી કામગીરી સાથે વિવિધ યોજનાના સ્ટોલ,આંગણવાડી કેન્દ્ર દ્વારા પૌષ્ટિક વાનગી નિદર્શન તથા મેડિલક હેલ્થ કેમ્પનું સુદ્રઢ આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખશ્રી મીનલબેન દેસાઈ , નવસારી ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ , નવસારી પ્રાંત અધિકારી ડો. જનમ ઠાકોર ,નવસારી- વિજલપોર નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી જે.યુ.વસાવા તેમજ સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ તથા નગરપાલિકાના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!