JETPURRAJKOT

“બેટી બચાવો બેટી પઢાઓ” યોજનાની ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક

તા.૬/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

દીકરીઓના ઘટતાં જતા જાતિદરને નિયંત્રણમાં લાવવા તેમજ દીકરીઓના શિક્ષણ અને સુરક્ષા અર્થે “બેટી બચાવો બેટી પઢાઓ” યોજનાના અમલીકરણ માટે કાર્યરત રાજકોટ જિલ્લા કક્ષાની ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક આગામી તા. ૦૭ જુલાઈ,૨૦૨૩ ના રોજ સાંજે પાંચ કલાકે કલેકટરશ્રી પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાશે.

જેમાં મિશન શક્તિ યોજના અંગેની પ્રાથમિક માહિતી, બેટી બચાવો બેટી પઢાઓ યોજના અન્વયે ગત વર્ષ ૨૦૨૨-૨૩માં થયેલ કામગીરીની ચર્ચા, આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં કરવાની થતી કામગીરી સહિતની જરૂરી બાબતો ઉપર ચર્ચાઓ કરવામાં આવશે તેમ રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનિબેન દવેની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!